(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: સ્થાનિક ઝવેરી બજારમાં ગુરુવારે નિરસ હવામાન જોવા મળ્યું હતું. લેવાલીનો પર્યાપ્ત ટેકો ન મળવાથી સોનાચાંદીના ભાવમાં ખૂલતા બજારમાં પીછેહઠ જોવા મળી હતી. પ્રારંભિક સત્રમાં સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૨,૦૦૦ની સપાટીની લગોલગ આવી પહોંચ્યું હતું.

અહીં ૯૯૯ ટચની શુદ્ધતા ધરાવતું શુદ્ધ સોનું તેના રૂ. ૫૨,૩૪૮ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૧૨૪ના ઘટાડા સાથે રૂ. ૫૨,૨૨૪ની સપાટીએ ખૂલ્યુું હતું. જ્યારે ૯૯૫ ટચની શુદ્ધતા ધરાવતું સ્ટાન્ડર્ડ સોનું તેના રૂ. ૫૨,૧૩૮ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૧૨૩ના ઘટાડા સાથે ખુલતા સત્રમાં રૂ. ૫૨,૦૧૫ની સપાટીએ પહોંચ્યું હતું.

ચાંદીમાં લેવાલીનો પર્યાપ્તચ ટેકો નહોતો પરંતુ તેમાં પબ્રારંભિક સત્રમાં મક્કમ વલણ જોવા મળ્યું હતું. સ્થાનિક ઝવેરી બજારમાં .૯૯૯ ટચની હાજર ચાંદીનો ભાવ રૂ. ૫૮,૪૪૪ના પાછલા બંધ સામે ખૂલતા સત્રમાં આઠ રૂપિયાના ઘસરકા સાથે રૂ. ૫૮,૪૩૬ની સપાટીએ ખૂલ્યું હતું.

Google search engine