સોનામાં ₹ ૨૦૮નો અને ચાંદીમાં ₹ ૩૦૦નો ઘટાડો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા સર્વિસીસના ડેટા પ્રોત્સાહક આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વ્યાજમાં વધારો કરે તેવી શક્યતા સપાટી પર આવતા ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે સોનાના ભાવ ઘટીને ગત પહેલી સપ્ટેમ્બર પછીની નીચી ઔંસદીઠ ૧૬૯૦.૧૦ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે ડૉલર અને યિલ્ડની આગેકૂચ અટકતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. તેમ છતાં વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૭થી ૨૦૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૦૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે ચાંદીના ભાવમાં ૧.૧ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાથી આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૦૦ ઘટીને રૂ. ૫૩,૩૯૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકો નવી લેવાલીથી દૂર રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૭ ઘટીને રૂ. ૫૦,૩૫૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૮ ઘટીને રૂ. ૫૦,૫૫૩ના મથાળે રહ્યા હતા.
અમેરિકાનો સર્વિસીસ ક્ષેત્રના આઈએસએમ સર્વિસીસ આંક મજબૂત આવ્યો હોવાથી અમેરિકન અર્થતંત્ર હજુ ખોરવાયું ન હોવાનો સંકેત આપી રહ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વને આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવા માટે મોકળાશ રહે તેવી ધારણા સાથે આજે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભિક તબક્કામાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા બાદ ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં સુધારો અટકતા સોના-ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો. આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૦૪.૬૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૬.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૧૮.૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.