Homeવેપાર વાણિજ્યસોનામાં ₹ ૨૫૭નો અને ચાંદીમાં ₹ ૯૫૧નો ઉછાળો

સોનામાં ₹ ૨૫૭નો અને ચાંદીમાં ₹ ૯૫૧નો ઉછાળો

મુંબઈ: બૅન્ક ઑફ જાપાને આજે આશ્ર્ચર્યજનક રીતે આક્રમક નાણાનીતિ અપનાવતા ૧૦ વર્ષીય બૉન્ડની અપર લિમિટ ૫૦ બેસિસ પૉઈન્ટ વધારતા વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ ડૉલર નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા નબળો પડતાં સોનાની આયાત પડતર વધવાને કારણે હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૬થી ૨૭નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૫૧ની તેજી આવી હતી.
આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. ૯૫૧ના ઉછાળા સાથે રૂ. ૬૭,૮૪૯ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં તેજીનો અન્ડરટોન રહેતાં સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ રહી હતી. તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહી હતી. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં હાજરમાં ભાવ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૬ વધીને રૂ. ૫૪,૨૮૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૫૦૫ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકા ઊછળીને ૧૮૦૬.૩૪ ડૉલર અને વાયદામાં ભાવ એક ટકો વધીને ૧૮૧૬.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૩.૩ ટકાની આગઝરતી તેજી સાથે ૨૩.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે બૅન્ક ઑફ જાપાને આશ્ર્ચર્યજનક નિયંત્રણાત્મક નીતિની સમીક્ષા કરવાનું જણાવતાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતા સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આગામી વર્ષ ૨૦૨૩માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાનું વલણ જાળવી રાખશે તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ વ્યાજદરમાં વધારો જળવાઈ રહેવાનો સંકેત આપ્યો હોવાથી આગામી વર્ષે પણ સોનામાં મોટી તેજીની શક્યતા ન હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular