સોનાએ ₹ ૫૦,૦૦૦ની સપાટી તોડી, રૂપિયામાં ૪૭ પૈસાનો ઉછાળો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નિરસ હવામાન અને રૂપિયાની મજબૂતી વચ્ચે બુલિયન બજારમાં ચોનાચાંદીમાં વિરોધાભાસી ચાલ સાથે સાધારણ વધઘટ જોવા મળી હતી, સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૫૦,૦૦૦ની સપાટી તોડી હતી, જ્યારે ચાંદીમાં મામૂલી સુધારો જોવા મળ્યો હતો. વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયામાં ૪૭ પૈસાનો ઉછાળો નોંધાયો હતો. ઇક્વિટી માર્કેટની તેજી પાછળ ડોલર સામે રૂપિયો ૪૭ પૈસા ઉછળીને ૭૯.૪૪ની સપાટીએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં ઔંશદીઠ ૧૭૩૬.૮૦ ડોલરનો ભાવ બોલાયો હતો, જ્યારે સિલ્વરમાં ૧૮.૮૧ ડોલર પ્રતિ ઔંશનો ભાવ બોલાયો હતો. સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૧૨૬૫ના પાછલા બંધ સામે રૂ. ૫૧૩૨૫ની સપાટીએ ખૂલીને દસ ગ્રામે રૂ. ૭૭ના ઘસરકા સાથે રૂ. ૫૧૧૮૮ની સપાટીએ સ્થિર થયું હતું.
એ જ રીતે, ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૧,૦૬૦ના પાછલા બંધ સામે રૂ. ૫૧,૧૨૦ની સપાટીએ ખૂલીને દસ ગ્રામે રૂ. ૭૭ના ઘસરકા સાથે રૂ. ૫૦,૯૮૩ની સપાટીએ સ્થિર થયું હતું. જ્યારે .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૫૪,૩૧૬ની બંધ સપાટી સામે રૂ. ૫૪૩૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ એક કિલોદીઠ રૂ. ૩૪ના સુધારા સાથે રૂ. ૫૪૩૫૦ના સ્તરે સ્થિર થઇ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.