ભિવંડીના ગોદામમાં લાગી ભીષણ આગ, આગ ઓલવવા માટે કરવી પડી કલાકો સુધી જહેમત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

થાણે જિલ્લાના ભિવંડી નજીક આવેલા પૂર્ણા ગામના એક ગોદામમાં બુધવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે ગોદામ બળીને ખાખ થઈ ગયું હતું. સદ્નનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ન થઈ હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું.
ઘટના અંગે માહિતી આપતાં સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે, અરિહંત પરિસરમાં ખાદ્ય તેલ અને મેડિકલ દવાનો પુરવઠો ધરાવતા ગોદામમાં ત્રણથી ચાર ગાળામાં સવારે સાડા છ વાગ્યાની આસપાસ એકાએક ભયંકર આગ ફાટી નીકળી હતી આગ લાગી હતી.

આગ ઓલવવા ભિવંડી, થાણે અને કલ્યાણથી ફાયર બ્રિગેડની છ ગાડી અને પાણીના ટેન્કર આવ્યા હતાં. પાંચ કલાક સુધી ભારે જહેમત બાદ આગ નિયંત્રણમાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.