નવી દિલ્હી: ૨૦૦૨ના ગોધરા ટ્રેન કોચ સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા પામેલા કેટલાક દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચને ગુજરાત સરકાર વતી આ કેસમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે “માત્ર પથ્થરમારો કેસ નહોતો કારણ કે દોષિતોએ સાબરમતી એક્સપ્રેસનો કોચ સળગાવ્યો હતો, જેના કારણે ટ્રેનમાં ઘણા મુસાફરોનાં મોત થયાં હતાં. કેટલાક કહે છે કે તેમની ભૂમિકા માત્ર પથ્થરમારાની હતી, પરંતુ જ્યારે તમે કોચને બહારથી લોક કરો છો, તેને આગ લગાડો છો અને પછી પથ્થરમારો કરો છો તે માત્ર પથ્થરમારો નથી એમ ટોચના કાયદા અધિકારીએ ન્યાયમૂર્તિ પી.એસ. નરસિમ્હા અને જે.બી. પારડીવાલાની પણ બનેલી બેન્ચને જણાવ્યું હતું.
ઠીક છે, તમે આ તપાસો. અમે બે અઠવાડિયાં પછી (જામીન અરજીઓ) સૂચિબદ્ધ કરીશું એમ બેન્ચે મહેતાને કહ્યું હતું. કેટલાક દોષિતો વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અમુક દોષિતોના કેસમાં અપીલ દાખલ કરી છે, જેમના મૃત્યુદંડની સજાને ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કાનકટ્ટો, અબ્દુલ સત્તાર ઈબ્રાહિમ ગદ્દી અસલા અને અન્ય લોકોની જામીન અરજી પર રાજ્ય સરકારને નોટિસ જારી કરી હતી. (પીટીઆઇ)
ગોધરા ટ્રેન કોચ સળગાવવાનો કેસ: સુપ્રીમ કોર્ટે દોષિતોની જામીન અરજી પર ગુજરાત સરકારનો જવાબ માંગ્યો
RELATED ARTICLES