મહારાષ્ટ્ર પછી ગોવાના રાજકારણમાં ઉથલપાથલ! કોંગ્રેસના સાત વિધાનસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી માંડ શાંત થઈ છે ત્યાં ગોવાના રાજકારણમાં ઉથલપાથલ વધી હોવાની જાણકારી મળી રહી છે. કહેવાઈ રહ્યું છે ગોવામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતરામાં આવી ગયું છે. પાર્ટીના ઘણા વિધાનસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના સાત વિધાનસભ્યો હોટલમાં બેસીને બેઠક કરી રહ્યા છે. જોકે, કોંગ્રેસે આ અટકળોને રદિયો આપ્યો છે.

કોંગ્રેસના વિધાનસભ્ય એલેક્સો સિકેરાએ જણાવ્યું હતું કે, અફવાઓનું બજાર ગરમ છે તો શું થઈ શકે છે. હું ભાજપમાં જોડાવાનો નથી એ વાતની પુષ્ટિ હું પોતે કરી રહ્યો છું. બાકી કોઈનું હું કહી શકું તેમ નથી.

નોંધનીય છે કે 40 સીટ ધરાવતી ગોવા વિધાનસભાની ચૂંટણી પાંચ મહિના પહેલા જ થઈ હતી. કોંગ્રેસના વિધાનસભ્ય માઈકલ લોબોએ જણાવ્યું હતું કે, હું ભાજપમાં જોડાવાનો નથી. હું ઘરે બેઠો છું કોઈ મીટિંગ કરી રહ્યો નથી. મને નથી ખબર આવી અફવાઓ કોણ ફેલાવે છે, પણ હું ભાજપમાં નહીં જોડાઉં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.