સમાજવાદી પાર્ટીએ શિવપાલ યાદવને પત્ર લખીને આપ્યો જવાબ, કહ્યું જ્યાં સમ્માન મળે ત્યાં જવા સ્વતંત્ર છો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સમાજવાદી પાર્ટીએ શિવપાલ સિંહ યાદવને લઈને મોટો નિર્ણય લીધો છે. શનિવારે પાર્ટી તરફથી એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં શિવપાલ સિંહ યાદવને જવાબ આપવામાં આવ્યો છે. પક્ષમાં લખ્યું હતું કે શિવપાલ સિંહ યાદવજી, જો તમને લાગે છે કે તમને બીજી જગ્યાએ સન્માન મળશે તો તો તમે ત્યાં જવા સ્વતંત્ર છો.

નોંધનીય છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ સિંહ યાદવે અખિલેશ પર સન્માન ન આપવાનો આરોપ લગાવ્યો હતો તેના જવાબરૂપે પાર્ટીએ પત્ર લખીને તેનો જવાબ આપ્યો હતો. આ સાથે પક્ષે ઓમપ્રકાશ રાજભરને પણ પત્ર લખીને પાર્ટી છોડવાનો સંકેત આપ્યો થે. પત્રમાં સપાએ લખ્યું હતું કે સમાજવાદી પાર્ટી ભાજપ સામે લડી રહી છે. તમારી ભાજપ સાથે સાંઠગાઠ છે અને વારંવાર ભાજપને મજબૂત કરવાના કામ કરી રહ્યા છો. જો તમને લાગે છે છે ત્યાં સન્માન મળશે તો તમે જવા સ્વતંત્ર છો. આ પત્ર બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ભાજપે સપા પર આકરા પ્રહાર કર્યા હતાં. યુપીના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ પણ લખ્યું હતું કે અખિલેશ યાદવ જી તમે બીજા નેતાઓના કદને વધતા જોઈ શકતા નથી. ઓબીસીનો કોઈ બીજો મોટો નેતા ન આવે તેવી કોશિશ તમે કરી રહ્યા છો. જ્યારે તમે સીએમ હતા ત્યારે ઓબીસીના કયા નેતાને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા?
ભાજપના પ્રદેશ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સપાનું ચરિત્ર આવું જ છે. જેનો હાથ પકડ્યો તેનો જ હાથ છોડી દીધો, પહેલા કોંગ્રેસ, બસપા અને હવે શિવપાલ અને રાજભર, જેણે પોતાના પિતા સાથે આવું વર્તન કર્યું તે પોતાના સહયોગી સાથે કેવી રીતે રહી શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.