શું તમે પણ એરલાઇનની મોંઘી ટિકિટોથી પરેશાન છો તો હવે તમારે ચિંતૈા કરવાની બિલકુલ જરૂર નથી. ગો ફર્સ્ટ તમને ડોમોસ્ટિકની સાથે સાથે ઇન્ટરનેશનલ હવાઇ ટિકિટ પણ સસ્તામાં ઓફર કરી રહી છે. તમે માત્ર 1,199 રૂપિયામાં તમારી ટિકિટ બુક કરાવી શકો છો.
Go Firstએ ઓફિશિયલ ટ્વિટમાં લખ્યું છે કે હવે તમે માત્ર 1,199 રૂપિયામાં ડોમોસ્ટિક હવાઇ સફર કરી શકશો. વિદેશી મુસાફરી માટે તમારે માત્ર 6,599 રૂપિયા જ ખર્ચવા પડશે. તેમની આ ઓફર થકી તમે સસ્તામાં હવાઇ મુસાફરી કરી શકો છો.
એટલું જ નહીં કંપનીની આ ઓફરમાં તમને ફ્રી કેન્સલેશન અને રિ-શેડ્યુલિંગની પણ સુવિધા આપવામાં આવી રહી છે. તેથઈ જો તમે તમારી ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને તમારા પૂરા પૈસા પાછા મળશે.
Go Firstના આ સેલમાં એક મિલિયનથી પણ વધુ સીટ ઉપલબ્ધ છે, જેનું તમે બુકિંગ કરાવી શકો છો. આ સેલ 16 જાન્યુઆરીથઈ શરૂ થયું છે અને 19 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનું છે. મુસાફરીના સમયગાળા વિશએ વાત કરીએ તો તમે 4 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર, 2023 સુધીના કોઇ પણ દિવસની ટિકિટ બુક કરાવી શકો છો.
Go Firstના ચીઉ એક્ઝિક્યુટિવ જણાવે છે કે તેમની કંપનીનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને સસ્તી, આરામદાયક અને સુવિધાજનક હવાઇ મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે. ઓફરની વધુ જાણકારી માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ https://www.flygofirst.com/offers-and-promotions/travel-india-travel-sale ની મુલાકાત લઇ શકો છો.