બેંગલુરુઃ બેંગલુરુના એરપોર્ટ પર સોમવારે એક આશ્ચર્યજનક બનાવ બન્યો હતો, જેમાં દિલ્હી જનારી ફ્લાઈટ પેસેન્જર વિના દિલ્હી પહોંચી ગઈ હતી. ફ્લાઈટના પેસેન્જરે આ બાબતની જાણકારી એરપોર્ટના અધિકારીને આપવામાં આવી હતી, ત્યાર બાદ હકીકતમાં જાણવા મળ્યું હતું કે આ ફ્લાઈટ 55 પ્રવાસીને ભૂલીને દિલ્હી પહોંચી ગઈ હતી. ગો-ફર્સ્ટની ફ્લાઈટની આટલી મોટી ભૂલ અંગે ડીજીસીએ (ડિરક્ટોરેટ જનરલ ઓફ એવિયેશન)ને કંપની પાસેથી જવાબ માગ્યો છે.
આ ફ્લાઈટ ગો-ફર્સ્ટની હતી, જેમાં ફ્લાઈટમાં પંચવાન પ્રવાસી એરપોર્ટ પરથી ઉડાન ભરવા માટે તૈયાર પણ હતા. તેઓ શટલ બસમાંથી વિમાનમાં જવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આશ્ચર્યજનક બનાવ બન્યો હતો. આ બનાવનું આશ્ચર્ય વ્યક્ત કરતા ડીજીસીએ ગો-ફર્સ્ટ પાસેથી કંપની પાસેથી જવાબ માગ્યો હતો. બેંગલુરુ એરપોર્ટ પરથી દિલ્હી જનારી ફ્લાઈટે ઉડાન ભર્યા પછી 53 લોકોને બીજી ફ્લાઈટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે બે પેસેન્જરે રિફંડ માગ્યું હતું. આ બનાવની પેસેન્જરે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લખ્યું હતું કે તેઓ શટલમાં હોવા છતાં બેંગલુરુથી દિલ્હી જનારી ફ્લાઈટમાં ચઢી શક્યા નહોતા. અલબત્ત, સોમવારે ફ્લાઈટમાં પ્રવાસી વિના સાંજના 6.40 વાગ્યાના સુમારે બેંગલુરુથી દિલ્હી રવાના થઈ ગઈ હતી. આ ઘટના પછી ગો ફર્સ્ટ એરલાઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નહોતી. આ બનાવ અંગે કંપનીએ ટિવટ કરતા દરેક પ્રવાસીને પોતાની વિગત શેર કરવા જણાવ્યું હતું અને તેમને પડેલી મુશ્કેલી અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ બનાવ મુદ્દે એક પ્રવાસીએ લખ્યું હતું કે બેંગલુરુથી દિલ્હીની જી8-116 ફ્લાઈટ પ્રવાસીઓને લીધા વિના ટેકઓફ કર્યું હતું, જ્યારે એરપોર્ટની બસમાં જ પંચાવન પ્રવાસી રહી ગયા હતા. સમગ્ર બનાવ મુદ્દે ડીજીસીએસ કંપની પાસેથી રિપોર્ટ માગ્યો છે, જ્યારે ડીજીસીએના અધિકારીએ કહ્યું હતું કે અમે ગો-ફર્સ્ટ એરલાઈન પાસેથી રિપોર્ટ માગ્યો છે તથા તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
કેટલી મોટી ભૂલ? એક નહીં પંચાવન પ્રવાસીને ભૂલીને ગોફર્સ્ટ ફ્લાઈટ દિલ્હી પહોંચી, ડીજીસીએ જવાબ માગ્યો?
RELATED ARTICLES