દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટનની વિંડશિલ્ડ તૂટી, જયપુરમાં થયું ઈમરજન્સી લેન્ડિંગ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગો ફર્સ્ટની દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી એક ફ્લાઈટમાં વિંડશીલ્ડમાં તિરાડ પડતાં તાત્કાલિક તેને જયપુર ડાઈવર્ટ કરવામાં આવી હોવાની જાણકારી ડીજીસીએના અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યાનુસાર ફ્લાઈટનો વિંડશીલ્ડ તૂટી હતી.
દિલ્હીથી બપોરે 12.40 વાગ્યે આ ફ્લાઈટ રવાના થઈ હતી અને થોડા સમય બાદ પાયલટને ટેક્નિકલ ખામી વિશે જાણ થઈ હતી ત્યારબાદ પાયલટે ફ્લાઈટ દિલ્હી તરફ લઈ જવાની કોશિશ કરી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે લેન્ડ થઈ શકી નહોતી. આ ફ્લાઈટ 2.55 વાગ્યે ગુવાહાટી પહોંચવાની હતી, જોકે, હવે જયપુર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયું હોવાની માહિતી મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ ગો ફર્સ્ટની મુંબઈ-લેહ અને શ્રીનગર-દિલ્હી ફ્લાઈટના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. ડીજીસીએ દ્વારા આ બંને ઘટનાની તપાસ થઈ રહી છે.
આ પહેલા પણ ઈન્ડિગો અને સ્પાઈસજેટની ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામી સર્જાવાની ઘટનાઓ બની છે અને ડીજીસીએ હાલમાં આ તમામ ઘટનાઓની તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.