Homeટોપ ન્યૂઝગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ ૨૦૨૩ X ભારત  એન્ટરપ્રેન્યોર્સ કોન્કલેવ ૪/૨/૨૩ના મુંબઈમાં

ગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ ૨૦૨૩ X ભારત  એન્ટરપ્રેન્યોર્સ કોન્કલેવ ૪/૨/૨૩ના મુંબઈમાં

ફોટો

ગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ ૨૦૨૩- મુંબઈ એડીશન ૪/૦૨/૨૩ના મુંબઈમાં ઓર્કિડ ઈન્ટરનેશનલ, વિલેપાર્લા ખાતે યોજાશે.
ભારત આંત્રપ્રિન્યોર્સ કોન્કલેવ સાથે વ્યક્તિગત સહઆયોજીત સમિટ સ્ટાર્ટઅપ ઉદ્યોગોના વિષય- બાબતના નિષ્ણાતો, સાહસિક મૂડીવાદીઓ અને રોકાણકારો, નિષ્ણાત ઉદ્યોગ સાહસિકો, અગ્રણી વકતાઓ, CEO, નિર્ણયનિર્માતાઓ અને સ્થાપકોને વર્તમાન અને આવનારી બીઝનેસ પહેલો પર શ્રેષ્ઠ અભિપ્રાયો રજૂ કરવા તૈયાર છે. વર્તમાન તકનીકી વિકાસ, સ્ટાર્ટઅપ ફંડીંગ પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વલણો પર ૮થી વધુ રસપ્રદ પેનલ ચર્ચાઓ થશે. ભારતમાં તેની પ્રથમ આવૃત્તિમાં, સમિટનો ઉદ્દેશ્ય દેશભરમાંથી ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને નિષ્ણાતોને એક છત હેઠળ એક સાથે લાવવાનો છે. જેથી વિશ્ર્વાસપાત્ર નેટવર્ક એક્સચેન્જ ઊભું કરી શકાય. ગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ વિવિધ પરિપ્રેક્ષ્યો અને વિચારો માટે એક મંચ પૂરો પાડવા અને ઉદ્યોગ સાહસિકોને સફળ થવા માટે જરૂરી ભંડોળ, તકનીકી અને માર્કેટીંગ સંસાધનો અને માર્ગદર્શન સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. તે ઉદ્યોગ સાહસિકો અને સ્થાપકો માટે તેમના સ્ટાર્ટઅપને લૉન્ચ કે રી-લૉન્ચ કરવા મુખ્ય મંચ બનવા તૈયાર છે. તે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમને પ્રોત્સાહિત કરવા માટેનું પ્લેટફોર્મ છે અને સ્ટાર્ટઅપ અને રોકાણકારો વચ્ચેના અંતરનો સેતુ બનવા તૈયાર છે. તે સામૂહિક નેટવર્કિંગ અને પ્રગતિ માટે સ્ટાર્ટઅપ સમુદાયને જોડવાની પહેલ છે.
ગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ ૨૦૨૩ના પ્રતિનિધિઓ વિવિધ વરિષ્ઠ ઉદ્યોગ નેતાઓ પાસેથી શીખી શકે છે, તેમની સાથે કુશળતાનું વિનિમય કરી શકે છે, રોકાણકારો સાથે નેટવર્ક કરી શકે છે. મહેમાનોને વ્યક્તિગત રીતે ટોચના નિર્ણય- લેનારાઓ, ભંડોળ નિષ્ણાતો, વ્યવસાય માલિકો અને પ્રભાવકોને મળવાની તક પણ મળશે. ભંડોળ એકત્ર કરવા માંગતા સ્ટાર્ટઅપ્સે રોકાણકારોની પેનલો સાથે ભંડોળ ઊભું કરવા માટે લાઈવ પીચીંગ સાથે મોજો સ્ટાર્ટઅપ બેટલ્સ માટે પોતાની નોંધણી કરાવવી જોઈશે.
વર્ષની શરૂઆતમાં બઝ બઝ જનરેટ કરવાની અને દેશમાં શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ સ્થાપકો સાથે જોડાવાની આ આદર્શ તક છે. ગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ ૨૦૨૩/ મુંબઈ એડીશનમાં મોહિત સુરેકા (સ્થાપક, મોજો સ્ટાર્ટઅપ કંસલ્ટીંગ) દ્વારા “ધ ઈન્ડિયન CEO”ના પુસ્તકનું પણ વિમોચન થશે. તથા ગ્લોબલ સ્ટાર્ટઅપ્સ ક્લબ- મુંબઈના પ્રાદેશિક ચેપ્ટર પણ લૉન્ચ થશે, જે શહેરના ઉત્સાહી તથા આગામી સ્ટાર્ટઅપ સ્થાપકો, સલાહકારો અને માસિક નેટવર્કીંગ કોફી મીટ માટેના રોકાણકારો માટેનું એક બીઝનેસ નેટવર્કીંગ જૂથ છે.
ટિકિટો www.globalstartups.club અથવા તૃતિય પાર્ટી પ્લેટફોર્મ જેવા કે ઓલ ઈવેન્ટસ અને paytm ઈન્સાઈડર પરથી ખરીદી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular