Homeવેપાર વાણિજ્યડૉલર નબળો પડતાં વૈશ્ર્વિક સોના-ચાંદીમાં ઝડપી ઉછાળો, સોનામાં ₹ ૧૯૫ની અને ચાંદીમાં...

ડૉલર નબળો પડતાં વૈશ્ર્વિક સોના-ચાંદીમાં ઝડપી ઉછાળો, સોનામાં ₹ ૧૯૫ની અને ચાંદીમાં ₹ ૩૨૮ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૅન્ક ઑફ ટોકિયોએ આક્રમક નાણાનીતિનો અભિગમ અપનાવતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર સામે યેન ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ નરમાઈનું વલણ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જમાં સોનાના ભાવમાં ૧.૬ ટકાનો અને ચાંદીના ભાવમાં ૪.૬ ટકાનો ઝડપી ઉછાળો આવી ગયા બાદ આજે વધ્યા મથાળેથી સાધારણ નરમાઈતરફી વલણ
રહ્યું હતું.
જોકે, વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા નબળો પડતાં ખાસ કરીને સોનાની આયાત પડતરમાં વધારો થવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૪થી ૧૯૫નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૨૮ વધી આવ્યા હતા.
જોકે, ભાવમાં તેજી આવતાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમા વધારો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૪ વધીને રૂ. ૫૪,૪૮૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૯૫ વધીને રૂ. ૫૪,૭૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, સ્થાનિકમાં સોનાના ભાવ રૂ. ૫૪,૦૦૦ની સપાટીની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૨૮ની તેજી સાથે રૂ. ૬૮,૧૭૭ના મથાળે રહ્યા હતા, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો.
તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહી હતી.
દરમિયાન ગઈકાલે બૅન્ક ઑફ ટોકિયોએ આક્રમક નાણાનીતિનો અભિગમ અપનાવતા આજે ડૉલર સામે યેન વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાચાંદીના ભાવમાં તેજીનું વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૧૩.૨૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ૧૮૨૨.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૩ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૮૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ
રહ્યા હતા.
વધુમાં તાજેતરમાં ચીન ખાતે કોરોના વાઈરસનો વધી રહેલો પ્રસાર પણ બજારનું વલણ નિર્ધારિત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૬૦થી ૧૮૪૦ ડૉલર આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા છે. જોકે, બજારની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જીડીપીનાં તૃતિય અંદાજ પર અને શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર પ્રાઈસ ઈન્ડેક્સ પર સ્થિર થઈ છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular