ઈશા ગુપ્તાએ ડીપ નેક ડ્રેસ પહેરીને તેના ફોટોગ્રાફ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરીને તેના આ હોટ અંદાજે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. હિન્દી વેબ સીરિઝ આશ્રમ, રાઝ થ્રી અને જન્નત ટૂ વગેરે ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાના બોલ્ડ અવતારનો જાદુ તો ચલાવ્યો છે, પરંતુ રિયલ લાઈફમાં પણ તેની કમનીય કાયાથી લોકોને મોહિત કરી ચૂકી છે.
તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની બે લેટેસ્ટ ફોટોગ્રાફ પોસ્ટ કર્યા છે, જેમાં બ્લેક કલરના બોડી હગિંગ ડીપ નેક આઉટફીટ પહેરેલી જોવા મળી છે
અને એ ફોટોગ્રાફ લોકોને પસંદ પડી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં તેને ફક્ત લખ્યું `સ્ટારડસ્ટ નાઈટસ` અને તેને લાખો લોકોની લાઈક મળી ચૂકી છે, જ્યારે હજારો લોકોએ તેના પર કમેન્ટ કરી ચૂક્યા છે.
અગાઉ ઈમરાન હાશમીની જન્નત ટૂથી પોતાની ફિલ્મી કારર્કિદી શરુ કરનારી ઈશા ગુપ્તાએ રાજ-થ્રી અને રુસ્તમ વગેરે ફિલ્મોમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. ઈશા ગુપ્તાએ બોલીવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાં એક છે, જેમાં અનેક વખત બિકિની લૂકમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ચૂકી છે.