Homeસ્પેશિયલ ફિચર્સભૂલથી પણ કિન્નરોને દાનમાં નહીં આપશો આ વસ્તુઓ...

ભૂલથી પણ કિન્નરોને દાનમાં નહીં આપશો આ વસ્તુઓ…

આપણે ત્યાં દાન-ધર્મનું ખૂબ જ મહત્ત્વ છે અને આપણે યથાશક્તિ દાન-પુણ્ય કરતાં જ હોઈએ છીએ. પણ ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ આ દાન-પુણ્ય કરતી વખતે તો એનો ફાયદો થવાને બદલે એ આપણા માટે વધારે નુકસાનકારક સાબિત થાય છે અને એમાં પણ કિન્નરોને દાન આપતી વખતે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો જોઈએ કઈ છે એ વસ્તુઓ કે જે ક્યારેય કિન્નરોને દાનમાં ના આપવી જોઈએ-
કિન્નરોને ક્યારેય પણ દાનમાં જૂના કપડાં આપવા નહીં. જો તમને એમને દાનમાં કપડાં આપવા જ છે તો નવા નક્કોર કપડાં એમને આપવા જોઈએ.
ઝાડુને મા લક્ષ્મીનું જ સ્વરુપ માનવામાં આવે છે. ઝાડુનો અનાદર કરવો કે તેને ગંદકીમાં મૂકી રાખવો એ અપશુકનિયાળ છે અને એનાથી મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે. આ સિવાય કિન્નરોને ક્યારેય દાનમાં ઝાડુ આપવું નહીં.
ધાર્મિક માન્યતા અનુસાર કિન્નરોને ક્યારે રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવતા તેલનું દાન કરવું જોઈએે નહીં આને કારણે તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં પલટાઈ જશે.
આ સિવાય ક્યારેય કિન્નરોને દાનમાં સ્ટીલના વાસણો આપવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં બીમારીઓનો સિલસિલો ચાલુ થઈ જશે અને તમારું ધનોત-પનોત નીકળી શકે છે.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જ્યારે કોઈ પણ શુભ પ્રસંગે કિન્નર તમારા ઘરે વધાઈ આપવા આવે તો તમારે એમને પ્લાસ્ટિકની વસ્તુઓ દાનમાં આપવાનું ટાળવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular