Homeલાડકીજાડાપણા વિશેની માહિતી આપો. હવે હું આ બધું સમજીને આગળ શું કરવું...

જાડાપણા વિશેની માહિતી આપો. હવે હું આ બધું સમજીને આગળ શું કરવું તે નિર્ણય લેવા માગું છું

કેતકી જાની

સવાલ: અમારા ઘરમાં અમે બધાં જ એંશી કિલો ઉપર વજન ધરાવીએ છીએ. ઘણા પ્રયત્નો અને ઉપાયો કરવા છતાં થોડું ઓછું વજન થાય, પરંતુ જેવા જે તે ઉપાય છોડી રૂટિન અપનાવીએ કે હતાં ત્યાં ને ત્યાં જ હોઇએ. હવે આ વળી ઓછુંવત્તું કર્યા કરવાના દુષ્ચક્રથી છૂટવું છે મારે. તમે લઠ્ઠા જેવા માણસોની આંતરિક શારીરિક ગતિવિધિ શું હોય છે તે અને સમગ્રતયા જાડાપણા વિશેની માહિતી આપો. હવે હું આ બધું સમજીને આગળ શું કરવું તે નિર્ણય લેવા માગું છું.
જવાબ: મેદસ્વી-લઠ્ઠ જેવા હોવું- જાડા હોવું- વધુ વજન હોવું આ તમામ માણસ જાતમાં પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે. તેવો એક રોગ-વિકૃતિ જ કહી શકાય. મેદસ્વિતા કોઇ એકાદ કારણથી થતો રોગ નથી. આનુવંશિક જનીન પ્રભાવ અને વાતાવરણના વિપરીત સામંજસ્યથી, ક્યારેક હાર્મોન્સની ઊથલપાથલથી અને બહુધા અમર્યાદ ખાવાથી, ખાવાની પ્રતિકૂળ આદતોથી તે આવે છે. માણસે જીવવા માટે જેટલી ચરબીની જરૂર છે તેના કરતાં વધુ ચરબી શરીરમાં તે સંગ્રહ કરી રાખે છે. તેનું કારણ જાણવા આપણે છેક પૃથ્વીના પ્રથમ માનવ સુધી લાંબું થવું પડશે. આદિમાનવનું અસ્તિત્વ જયારે પૃથ્વી પર હતું. ત્યારે પરિસ્થિતિજન્ય કારણો હતાં. માનવ સમાજ ઓલમોસ્ટ નહોતો અને જે માનવ હતા તે તમામ અત્રતત્ર સર્વત્ર એમ વિખરાયેલા હતા, ખેતીનું કોઇ જ્ઞાન નહોતું અને જે કાંઇ જમીનમાંથી પેદા થતું તે નહીવત્ પ્રમાણમાં હતું. એ સમયે અપૂરતા અન્નને કારણે માણસે ભૂખમરો વેઠવો પડતો. શિકાર કરતા માણસ પેટ કરાવે વેઠ. અંતર્ગત જ શીખ્યો હતો. આ સમયે જ કયારે અન્ન-શિકાર મળશે તે બાબતો અગમ્ય જ હતી. માટે તે જ સમયથી માણસના શરીરમાં એક નિશ્ર્ચિત પ્રકારનું મેટાબોલીઝમ તૈયાર થયું. જે અંતર્ગત જયારે જે મળે તે અમર્યાદ પ્રમાણમાં ખાઇ લેવું અને પાચન બાદ પેદા થતી ઊર્જા પુન: ફરી ખાવા મળે ત્યાં સુધી સંગ્રહી રાખવી. સમુદ્રથી દૂર રહેતા સમાજના લોકોમાં જરૂરી ક્ષાર મળવા દુર્ભર હોય છે તો શરીરે સોડિયમ-ક્ષાર સંગ્રહી રાખવા હોર્મોન્સ પ્રણાલીનું માળખું તૈયાર કર્યું. તેમ જ જે પણ ખાદ્ય પદાર્થોમાં ચરબી, પ્રોટીન અને ક્ષાર વધુ તે પદાર્થનો સ્વાદ માણસને આકર્ષે તે પ્રકારની મગજમાં તીવ્રપણે સમજ ઊભી થઇ. સો વર્ષ પહેલાના માણસ પાસે આજે આપણને ઉપલબ્ધ છે તેવા પ્રકારના અન્ન કે અન્ય તમામ ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ નહોતા જ. આજેય ઘણાં લોકો જાણે છે કે પહેલાં ગળ્યું માત્ર કોઇ અવસર પ્રસંગે કે દિવાળી જેવા તહેવારોમાં જ ખાવા મળતું માટે માનવ શરીરની મૂળભૂત અસ્તિત્વ ટકાવી રાખવા માટેની જદ્દોજહદ વખતે જ્યારે જે અન્ન કે શિકાર મળે તેની ઉપર રીતસર અકરાંતિયાની જેમ કહી શકાય તેમ તૂટી પડવું અને ફરી અન્ન મળે ત્યાં સુધી તેમાંથી મળેલ ઊર્જા ધીમેધીમે વાપરી જીવી જવું તે ખ્યાલે શરીરમાં ચરબી સંગ્રહવાની પરંપરા ચાલુ થઇ હતી. મેદસ્વિતાની વ્યાખ્યા કરવી હોય તો કરી શકાય છે. “ચરબીનું શરીરમાં વધુ પડતું અસ્તિત્વ એટલે જાડાપણું. ભૂખ લાગવી, ખાવું, પોષણક્ષમ આહાર પાચન બાદ યોગ્ય વજન જાળવવું. આ તમામ બાબતો પાયારૂપ છે, જે માણસે પોતાની અમર્યાદિત અને માત્ર સ્વાદ ખાતર ખાવાની વૃત્તિઓને નિરંકુશ છોડી દીધી. તેથી અસમતોલ બની છે. સતત ખાતાં રહેવું તે ઘાસ ખાતા પ્રાણીઓ માટે યોગ્ય છે. માણસો માટે નથી, તેવી બેઝિક સમજ સુધ્ધાં ના રાખનારા લોકો ક્રમશ: ચરબીના થર શરીરમાં સંગ્રહ કરતાં ગોડાઉન બની જાય છે. જયારે શરીર પાતળું કરવા કોઇ પ્રયત્ન કરો ત્યારે શરૂમાં જ વજન ઓછું થાય તેમાં શરીરની ચરબી શરીરનું સાથેનું પ્રોટીન પણ ઓછું થઇ જાય જેને લીધે હાડકાની ઘનતા ઓછી થાય અને જ્યારે જે તે પ્રયત્ન બાદ પૂર્વવત જીવન થાય ત્યારે શરીર ફરી પૂર્વવત થાય, પરંતુ તે ચરબીનો જ સંગ્રહ કરે જે પ્રોટીન ગુમાવ્યું છે તે પ્રોટીન શરીર એટલા સમયમાં પુન: પ્રાપ્ત નથી કરી શકતું. માટે વારેઘડીએ જે તે ઉપાય અજમાવવા શરીરને લાંબા ગાળે જોખમમાં મૂકી શકે છે. તમારે આ સંદર્ભમાં વધુ જાણકારી કોઇ ડાયેટિશિયન પાસેથી મેળવવી જોઇએ. કારણ કે કોલમમાં જગ્યાની મર્યાદામાં આ ખૂબ જ ઊંડાણવાળા પ્રશ્ર્નની છણાવટ શકય નથી બહેન. તમારા માટે એટલું જ કે તમે જે ઉપાય કરો તે પત્યા પછી તરત જ બીજો ઉપાય કરવાને બદલે બીજા પ્રયત્ન માટે ઓછામાં ઓછું ચાર મહિનાનું અંતર રાખવું જેથી શરીર પ્રોટીનની ક્ષતિને પુન: સંપાદન કરે. તમારા શરીર વિશે રજેરજ માહિતી ડાયેટિશિયન સાથે ચર્ચા તમને યોગ્ય લાગે તે કરવું.

RELATED ARTICLES

Most Popular