નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના દિલ્હીના આમ આદમી પાર્ટીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાની ધરપકડ બાદ આપ અને ભાજપ વચ્ચેનો સંઘર્ષ ચરમ સીમા પર છે. આપના નેતાએ દ્વારા રવિવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે સીબીઆઈ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું હતું એ જ સમયે પોલીસે તેમને તાબામાં લીધા હતા અને એમા કલાકો બાદ જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ દિલ્હી પોલીસ દ્વારા આ દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે. પોલીસના તાબામાંથી છૂટ્યા બાદ આપના સાંસદ સંજય સિંહે મોદી સરકાર પર હલ્લાબોલ કર્યું છે. સંજય સિંહે જણાવ્યું હતું કે મનિષ સિસોદિયાની ધરપકડ એ મોદી સરકારના ભયનો પરિચય આપે છે. મને સીબીઆઈબીના સૂત્રસંચાલન આપો. બે કલાકમાં પીએમ મોદી અને અદાણીની ધરપકડ કરીશ. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની છબિને ખરડવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરાઈ રહ્યો છે. ઈડી અને સીબીઆઈ જો મારી સાથે હશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની બે કલાકમાં જ ધરપકડ કરીશ, એવો દાવો પણ સંજય દ્વારા કરવામાં આવ્યો હતો.