Homeધર્મતેજભગવાન જેવું સામર્થ્ય

ભગવાન જેવું સામર્થ્ય

ગીતા મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં ભગવાનની સર્વચેતનત્વ શક્તિનો પરિચય મેળવ્યો. ત્યાર પછી ભગવાન પોતાની વિભૂતિઓની પરિગણના કરે છે. ભગવાનની આ વિભૂતિઓની શક્તિ અને સામર્થીનું કારણ શું છે તે આ અંકમાં જાણીએ.
મહાભારતના યુદ્ધમાં નિ:શસ્ત્ર અભિમન્યુને જ્યારે જયદ્રથે છળથી માર્યો, ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે કાલે સૂર્યાસ્ત પહેલા કૌરવ સેનાના યોદ્ધા એવા જયદ્રથનું વધ નહીં કરે તો તે પોતે અગ્નિસ્નાન કરી લેશે. અર્જુનની આ પ્રતિજ્ઞાની જાણ થતાં દુર્યોધન વગેરે અનેક યોદ્ધા બીજા દિવસે જયદ્રથની રક્ષામાં આગળ આવીને ઊભા રહ્યા અને જયદ્રથને સંતાડી દીધો. બીજા દિવસે યુદ્ધ ચાલુ થયું અને દિવસ ઢળવા આવ્યો પણ જયદ્રથ ક્યાંય દેખાતો ન હતો.
આ સંજોગોમાં અર્જુને અગ્નિસ્નાન કરવું પડે એવી પૂરી શક્યતાઓ દેખાઈ હતી. પણ અર્જુનના સારથિ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનું ઐશ્ર્વર્ય વાપરી સૂર્યને વાદળમાં સંતાડી દીધો. આથી સૌને સૂર્યાસ્ત થઈ ગયાનો ભ્રમ ઉત્પન્ન થયો આ બાજુ દુર્યોધન અને જયદ્રથ ખુશીથી ઉછળી પડ્યા. હસતાં હસતાં જયદ્રથ કૌરવ સેનાની આગળ આવીને અર્જુનના અગ્નિસ્નાનની પળોને જોવા ઊભો રહી ગયો. ત્યારે જ ભગવાન શ્રીકૃષ્ણએ વાદળોને સૂર્ય પરથી હટાવી દીધાં અને સૂર્ય દેખાતાં અર્જુને જયદ્રથનો વધ કર્યો. ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું ઐશ્ર્વર્ય વાપરી પોતાના ભક્ત એવા અર્જુનનું રક્ષણ કર્યું. ઐશ્ર્વર્ય પરમાત્માનો એક દિવ્ય ગુણ છે. આ જગતમાં જે કાંઈ સુંદરતા, પ્રતિભા, કૌશલ્ય દેખાય છે, તે અંતે તો પરમાત્માના જ દિવ્ય ગુણો છે અને તે જ પરમાત્મા સચરાચર જગતમાં વ્યાપેલા હોવાથી તેમના તે ગુણોની આંશિક અસર જીવપ્રાણી માત્રમાં જોવા મળે છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે –
યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વામ તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસંભવમ્ મમમ
જે પણ વિભૂતિયુક્ત, ઐશ્ર્વર્યયુક્ત, શોભાયુક્ત કે અન્ય પ્રભાવથી યુક્ત હોય તે મારા તેજના અંશરૂપ છે. એમ તું જાણ.
જ્યારે આપણે વિજ્ઞાન, રમતગમત, કે અન્ય ક્ષેત્રમાં કોઈ પ્રતિભાવાન વ્યક્તિને જોઈએ, તે પછી ડૉક્ટર અબ્દુલ કલામ હોય કે વિરાટ કોહલી, તેમની પ્રતિભા આપણને આકર્ષિત કરે છે, પ્રભાવિત પણ કરે છે.
ઘણાં બાળકો પણ અપાર સિદ્ધિના ધારક હોય છે. કોઈ યાદશક્તિ તો કોઈ આયોજન શક્તિમાં નિષ્ણાત હોય છે. કોઈ અધ્યયનમાં તો કોઈ અધ્યાપનમાં કુશળ હોય છે. આ બધું જોઈને આપણે આશ્ર્ચર્ય પામીએ છીએ. પણ સૂક્ષ્મ રીતે જોતાં તેણે હાંસલ કરેલી આ ઉપલબ્ધિઓ પાછળ કોઈ પરમ શક્તિનો આવિર્ભાવ કાર્ય કરતો જણાય છે. પરમાત્માના અંશ રૂપે રહેલું ઐશ્ર્વર્ય એટલો પ્રભાવ સર્જે છે, ત્યારે પરમાત્મા કે તેમના ધારક એવા સંત, જેમાં પરમાત્મા સાંગોપાંગ રહ્યા છે તે શું ન કરી શકે? પરંતુ આવા સંત પોતાના અમાપ ઐશ્ર્વર્યને ઢાંકીને વર્તે છે. ભગવાન પણ પૃથ્વી પર અવતરે છે ત્યારે પોતાના ઐશ્ર્વર્યને છુપાવે છે. છતાંય એ ઐશ્ર્વર્ય ક્યારેક પ્રગટ થઈ જાય છે. સંતના ઐશ્ર્વર્ય-સામર્થ્યને વર્ણવતાં ભગવાન સ્વામિનારાયણ કહેત્ત છે કે- તે ભગવાનના પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્ર્વર્યને પામે છે. ને અનન્ત જીવના ઉદ્ધારને કરે છે. ભગવાન સાથેની અખંડ એકાત્મતાને કારણે આવા સંતમાં પરમાત્માના દિવ્ય ગુણોની ધારા અવિરત પણે વહ્યા કરે છે. પરમતત્ત્વના ઐશ્ર્વર્યનો અનુભવ કંઈક અલગ જ હોય છે. તે અત્યંત દિવ્યતા અને અકથ્ય શાંતિનો અનુભવ કરાવે છે. લૌકિક સામર્થ્યની અનુભૂતિ ક્ષણજીવી હોય છે જયારે પરમતત્ત્વના ઐશ્ર્વર્યની અનુભૂતિ ચિરંજીવી હોય છે. તે જીવનભરનું ભાથું બની જાય છે.
બહેરીનમાં ઇન્ટરનેશનલ હોસ્પિટલ ધરાવતા વિખ્યાત ડૉક્ટર ફૈઝલ ઝીરાને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને આકર્ષણ હતું. તેનું કારણ તેમને થયેલો સ્વામીશ્રીનો દિવ્ય અનુભવ હતો. તેઓ કહે છે – “પ્રમુખસ્વામી મહારાજ આપણા વિચારોમાં, આપણા નિત્ય જીવનની આધ્યાત્મિકતામાં એક મહાન સ્થાન આરક્ષિત રાખે છે. તેઓ મારા ગુરુ છે અને હું મોટે ભાગે જે કંઈ કરી શકું છું તેમાં તેઓ દીવાદાંડીરૂપ છે. જ્યારે હું તેમને સર્વ પ્રથમ વખત મળ્યો ત્યારે મેં અનુભવ કર્યો કે તેમની આસપાસ હવામાં દેવદૂતો વિહરતા હતા, નિર્વાણપદ પામેલા આત્માની જેમ. વળી તેઓ કહે છે પંચ જ્ઞાનેન્દ્રિયથી અતીત અનુભવ બીજા કોઈથી ન થાય, સિવાય કે જેના
પંડમાં ભગવાનનો સાક્ષાત સ્પર્શ હોય, જેણે કંઈક અસાધારણ શક્તિ પ્રાપ્ત કરી છે જેનામાં કંઈક અદ્ભુત તત્ત્વ છે.
અનંત શોભાયુક્ત, ઐશ્ર્વર્ય એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે.અને ભગવાનની જેમ એ પણ અતિશય સામર્થ્યયુક્ત બને છે. પરમાત્મા સ્વત:સિદ્ધ આશ્ર્ચર્યમય અપાર ઐશ્ર્વર્ય અને વૈભવ તેમના કાયમી ગુણો છે. ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular