Homeઆપણું ગુજરાતબે વર્ષ બાદ એકાદશીથી ગિરનારમાં યોજાશે લીલી પરિક્રમા

બે વર્ષ બાદ એકાદશીથી ગિરનારમાં યોજાશે લીલી પરિક્રમા

મુંબઇ: જૂનાગઢના ગીર ગીરનારની ફરતે પાંત્રીસ કિ.મી. લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ દરમિયાન પાંચ દિવસ માટે પગપાળા પરિક્રમા યોજાય છે.

જૂનાગઢમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત એકાદશીથી થશે. બે વર્ષ બાદ આ વખતે સામાન્ય નાગરિકો ગિરનારની લીલી પરિક્રમામાં ભાગ થઈ શકશે. ગીરનારની પાત્રીસ કિ.મી. લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. નોંધનીય છે કે ગત વર્ષે ફકત સાધુ અને સંતોએ જ આ પરિક્રમા કરી હતી.

ગીરનારમાં યોજાતી લીલી પરિક્રમા અંગેની બેઠકમાં સાધુ સંતો પણ હાજર રહેશે. તેમ જ વહીવટીતંત્રના અધિકારીઓ પણ હાજર રહેશે. નોંધનયી છે કે ગીરનારની ફરતે પાંત્રીસ કિ.મી. લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ દરમિયાન પગપાળા પરિક્રમા યોજાય છે. આ દરમિયાન યાત્રિકો જંગલ વિસ્તારમાં ચાર રાત્રિ અને પાંચ દિવસ પ્રકૃતિના ખોળે આરાધના કરે છે અને પોતાની ભક્તિનું ભાથું બાંધે છે.

આ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ચાર નવેમ્બર દેવ ઉઠી એકાદશીના દિવસથી યોજાનારી લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ-રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ, સ્વચ્છતા, પીવાના પાણી સહિત યાત્રિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

જોકે, છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ લીલી પરિક્રમાને ગ્રહણ લાગ્યું હતું અને લીલી પરિક્રમા વર્ષો બાદ સતત બે વર્ષ સુધી બંધ રહેવા પામી હતી. દરમિયાન, આ વર્ષે કોરોનાના પ્રતિબંધો શિથિલ થયા બાદ તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા યોજાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પરિક્રમા માટે બેઠકોના દોર ચાલું છે અને લાગતા વળગતા વહીવટીતંત્રો દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular