સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડની અશ્લીલ તસવીરો કરી પોસ્ટ અને પછી કર્યું એવું કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને પોતાના જાળમાં ફસાવીને તેની અશ્લીલ તસવીરો ખેંચી લીધી હતી અને આ તસવીરો યુવતીની સખી તથા તેના ભાઈ અને પિતાને મોકલી હતી. એટલું જ નહી તે યુવકે આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.

આ વાતની જાણ થતાં પીડિતાએ જાણ કરીતો યુવકે તસવીરોને સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, યુવકના ત્રાસથી કંટાળીને પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.
ઇજ્જત નગર પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, આરોપીએ મિત્રતાની આડમાં અશ્લીલ તસવીરો ખેંચી હતી અને એ તસવીરોનો ઉપયોગ કરીને દુષ્કર્મની ધમકી આપતો હતો. યુવતીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.