Homeદેશ વિદેશબ્રેકઅપથી ઈનકાર કર્યો તો પ્રેમિકાએ બોયફ્રેન્ડને પીવડાવ્યું ઝેર

બ્રેકઅપથી ઈનકાર કર્યો તો પ્રેમિકાએ બોયફ્રેન્ડને પીવડાવ્યું ઝેર

કેરળના તિરુવનંતપુરમની એક મેડિકલ કોલેજમાં રેડિયોલોજીની સ્ટડી કરનારા એક વિદ્યાર્થીની ગર્લફ્રેન્ડે ઝેર આપીને તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય શેરોન રાજ નામનો વિદ્યાર્થી બ્રેકઅપ કરવા માટે તૈયાર ન હોવાથી તેની પ્રેમિકાએ ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રેમિકાએ પોલીસ સામે ગુનો કબૂલ કર્યો હતો, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
શેરોન રાજનું મોત 25 ઓક્ટોબરના થયું હતું અને આજે એટલે કે 31 ઓક્ટોબરના તેના મોતનું કારણ સામે આવતાં બધાના હોશ ઉડી ગયા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે શેરોન રાજની પ્રેમિકા ગ્રીષ્માની આઠ કલાક પુછપરછ કરવામાં આવ્યા બાદ તેણે ગુનો કબૂલ કર્યો હતો. બંને છેલ્લાં એક વર્ષની રિલેશનશીપમાં હતાં. ગ્રીષ્માએ જણાવ્યું હતું કે તે શેરોન રાજ સાથે સંબંધ ખતમ કરવા માગતી હતી, પરંતુ રાજે બ્રેકઅપથી ઈનકાર કર્યો. ગ્રીષ્માએ તેને મનાવવાની કોશિશ કરી, પરંતુ તે નહીં માન્યો તેણે ઝેર આપીને મારવાની યોજના બનાવી. તેણે શેરોનને ઘરે બોલાવ્યો અને આયુર્વેદિક શંખનાદમાં કપિક નામની જંતુનાશક દવા મિક્સ કરીને પીવડાવી દીધી હતી. જે બાદ શેરોનને ઉલ્ટી થઈ અને પછી ગ્રીષ્મા તેના દોસ્ત સાથે નીકળી ગઈ હતી. ગ્રીષ્માના લગ્ન કોઈ બીજા છોકરા સાથે નક્કી થયા હોવા છતાં તે શેરોન સાથે રિલેશનશીપમાં હતી. તેણે કહ્યું હતું કે કુંડલીના હિસાબે પહેલો પતિ મરી જશે, પરંતુ તે માન્યો નહીં તો મે જ તેને મારવાની યોજના બનાવી હતી.

RELATED ARTICLES

Most Popular