ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી! પાટણમાં શાળાએ જતી વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયારથી થયો જીવલેણ હુમલો

આપણું ગુજરાત

ગુજરાતના પાટણ જિલ્લાના વાણા ગામની 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનામાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને વાગદોડ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે પાટણના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઈટા ગામે શાળાએ જઈ રહી હતી ત્યારે એક શખ્સે તેને રસ્તા પર બીભત્સ માગણી કરી હતી. સગીરાએ ના પાડતા તેણે પીઠ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.