સાબરમતી રિવરફ્રન્ટ પર વ્યથા ઠાલવતો વીડિયો ઉતાર્યા બાદ યુવતીનો વડોદરા જઈ આપઘાત

આપણું ગુજરાત

ગત વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ વિડીયો બનવ્યા બાદ આઈશાએ કરેલી આત્મહત્યાની ઘટનાથી લોકો અઘત પામ્યા હતા ત્યારે વધુ એક એવો જ કિસ્સો બન્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ દગો અપાતા અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા આવી હતી પરંતુ હિમ્મત ન ચાલતા આ પગલું ભર્યું ન હતું. ત્યાર બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
નોંધનીય છે કે 25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદમાં રહેતી આઇશા નામની યુવતીએ પતિના ત્રાસથી કંટાળીને સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવી પાણીમાં કુદી આપઘાત કરી લીધો હતો. જેની યાદ હજુ તાજી છે ત્યારે ફરી એકવાર એવી જ ઘટના બની છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરને અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો. યુવકે પ્રેમમાં દગો આપતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર બેસીને નફીસાએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તથા બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે પરિવાર આઘાતમાં છે.
આ બનાવ અંગે યુવતીનાં પરિવારજનોએ આજે ગુરુવારના રોજ વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યો હતો એ પણ સામે આવ્યો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.