આ મહિલાએ ઢીંગલા સાથે કર્યા લગ્ન, બાળકને પણ આપ્યો જન્મ

સ્પેશિયલ ફિચર્સ

Mumbai: કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે, પણ એક મહિલાએ જે જોડી બનાવી છે તેને લઇને દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. બ્રાઝીલમાં 37 વર્ષની એક મહિલા મેરિવોન રોકા મોરેસે એક કપડાના બનેલા ઢીંગલા સાથે લગ્ન કર્યા છે. આ ઢીંગલાનું નામ માર્સેલો છે. મહિલાએ આ ઢીંગલા સાથે પૂરા રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા અને પછી તેની સાથે હનીમૂન પર પણ ગઇ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાનો પણ દાવો કર્યો છે.

મેરિવોન સિંગલ હતી અને તેનો કોઇ બોયફ્રેન્ડ નહોતો. એવામાં એકલતા દૂર કરવા માટે તેની મા એક ઢીંગલો ઘરે લઇને આવી. મેરિવોનને આ ઢીંગલો એટલો પસંદ આવી ગયો કે તે તેનાથી પ્રેમ કરવા લાગી. એ પછી બંનેએ લગ્ન પણ કર્યા હતા અને તેમાં મહેમાનો પણ બોલાવવામાં આવ્યા હતા. લગ્ન પથી મેરિવોને તેની માતાને ફરિયાદ કરી હતી કે તેને ખૂબ એકલું લાગી રહ્યું છે ત્યારે તેની માતાએ ફરી તેને એક નાનો કપડાનો ઢીંગલો બનાવીને આપી દીધો હતો.

અનેકવાર મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે લોકોને નિર્જીવ વસ્તુથી પ્રેમ થઇ જાય છે અને આવુ એટલા માટે થાય છે કારણ કે તેમને ઓબ્જેક્ટોફિલિયા નામની બિમારી હોય છે. આ બીમારીમાં પીડિત શખસ નિર્જીવ વસ્તુથી પ્રેમ કરવા લાગે છે.
અમેરિકામાં પણ આવા પ્રકારના મામલા સામે આવ્યા છે. અહીં નૈથિયલ નામના એક શખસે તેની કાર સાથે રિલેશનશિપમાં હોવાની વાત કહી હતી. તેનું કહેવુ હતુ કે તેણે તેની કાર સાથે પણ સંબંધ બનાવ્યા છે. આ સિવાય જર્મનીમાં આવા જ પ્રકારના મામલો સામે આવ્યો હતો જેમાં મહિલાએ એક પ્લેન સાથે લગ્ન કર્યા હતા. એ રાત્રે પ્લેનને સાથે લઇને બેડ પર સૂતી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.