Homeઆમચી મુંબઈઔરંગાબાદમાં રિક્ષા ડ્રાઇવરની હેવાનિયત, છેડતીથી બચવા ચાલતી રિક્ષામાંથી છોકરીએ બહાર જમ્પ મારવો...

ઔરંગાબાદમાં રિક્ષા ડ્રાઇવરની હેવાનિયત, છેડતીથી બચવા ચાલતી રિક્ષામાંથી છોકરીએ બહાર જમ્પ મારવો પડ્યો

દેશમાં ધોળે દહાડે પણ દીકરીઓ સુરક્ષીત નથી

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક છોકરીની રિક્ષા ડ્રાઇવરે છેડતી કરવાનો પ્રયાસ કરતા છોકરીએ ઝડપી ઓટોરિક્ષામાંથી છલાંગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના અહીંના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ છોકરી જ્યારે ઑટોરિક્ષામાં જઇ રહી હતી ત્યારે ઑટોડ્રાઇવરે કથિત રીતે તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવરથી બચવા માટે છોકરી ચાલુ રિક્ષાએ બહાર કૂદી પડી હતી. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે છોકરીએ ઓટોમાંથી કૂદી પડતાં જ તેની મદદ માટે ઘણા લોકો દોડી આવ્યા હતા. રસ્તા પર પડેલી યુવતીની મદદ માટે અન્ય વાહનો પણ થંભી ગયા હતા.
આરોપી ડ્રાઈવર સૈયદ અકબર હમીદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. દરમિયાન, પીડિત છોકરીને માથામાં ગંભીર ઈજા થઈ છે અને તે અહીંની એમજીએમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

“>

 

 

 

RELATED ARTICLES

Most Popular