અમદાવાદની સગીરા ઇન્સ્ટાગ્રામ પર મુલાકાત બાદ પ્રેમી પાસે પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચી ગઈ, પોલીસ પરત લાવી

આપણું ગુજરાત

Ahmedabad: Social Mediaના માધ્યમથી મળેલા પ્રેમીઓ ભાગી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અમદાવાદમાં પણ આવી જ એક ઘટના બની છે. અમદાવાદમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર પંજાબના એક યુવાનને મળી હતી જેને મળવા સગીરા ઘરેથી ભાગીને પાકિસ્તાન બોર્ડર સુધી જતી રહી હતી. લગ્ન માટે અપૂરતી ઉંમર હોવાને કારણે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને તેને પાછી ઘરે લાવવામાં આવી હતી. પોલીસે યુવક અને યુવકના પિતાની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં રહેતી સગીરા ૨ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પંજાબના એક યુવકને મળી હતી. દરમિયાન બંને પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્ને એક બીજાને ક્યારેય પણ રૂબરૂ મળ્યા ન હતા. ૨ વર્ષ સુધી ફોન પર જ

વાત થયા બાદ ૨ મહિના પેહલા જ સગીરા ઘરેથી ભાગી ગઈ હતી. યુવકે સગીરાને દિલ્હી સુધી પ્લેનની ટિકિટ મોકલી હતી. કિશોરી દિલ્હી પહોંચી હતી ત્યાંથી પાકિસ્તાન બોર્ડરથી ૪ કિલોમીટર દૂર એવા પંજાબના ફઝલિકા જિલ્લાના લમચોર ગામમાં યુવકના ઘરે આવી ગઈ હતી.

દીકરી પુખ્ત વયની ન હોવાને લઈને સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. અમાદાવાદથી પોલીસની ટીમ બેવાર પંજાબ ગઈ પરંતુ ખાલી હાથે પરત ફરી હતી. હાઇકોર્ટમાં હેબિયર્સ દાખલ થયા બાદ પોલીસની એક ટીમે પાકિસ્તાનના બોર્ડર ઉપર આવેલા ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતુ. જ્યાં બાદ કિશોરી મળી આવતા તેને પરત લાવવામાં આવી છે. પોલીસે યુવકના તેની મદદગારીમાં તેના પિતાને પણ પકડી લાવી છે.

પોલીસે પકડેલા યુવકનું નામ રોહિત છે. રોહિત અને તેના પિતા બન્નેને મેઘાણીનગર પોલીસે ઓપરેશન પાર પાડીને ધરપકડ કરી લીધી છે. હાઇકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કિશોરીની ઉંમર માત્ર ૧૭ વર્ષની છે અને રોહિત ૧૮ વર્ષનો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.