ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા: બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ

આપણું ગુજરાત

ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ થવાથી આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે બીજા દિવસે વહેલી સવારથી વરસાદ વરસતા જનજીવન ખોરવાઈ ગયું છે. આજે સવારે જિલ્લાના છએ છ તાલુકામાં ચાર કલાકમાં 1થી 3.5 ઈંચ જેવો વરસાદ ખાબક્યો હતો. ત્યારે સરસ્વતી નદીમાં પૂર આવતાં સુપ્રસિદ્ધ યાત્રાધામ માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે.
આજે જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડામાં 3.5 ઈંચ અને સૌથી ઓછો તાલાલામાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો છે. ઉના અને ગીર-ગઢડા પંથકમાં ચાર કલાકમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. બે દિવસથી ધોધમાર વરસાદને પગલે નદી-નાળાં છલકાઈ ગયા છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સુત્રાપાડા અને કોડીનાર પંથકનાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવાની આશંકા છે. સુત્રાપાડાના ધામળેજ ગામમાં પાણીનો ટાંકો જમીનદોસ્ત થઇ ગયો હતો.
દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ સમયે સરસ્વતી નદીમાં પૂર આવે ત્યારે માધવરાયજીનું મંદિર જળમગ્નનાં થઇ જાય છે. આ વર્ષે વરસાદના પ્રથમ રાઉન્ડમાં મંદિર જળમગ્ન થયું છે.


રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઇ જવાથી વાહનવ્યવહારને માફક અસર પડી છે. વરસાદને પગલે સોમનાથ-ઉના નેશનલ હાઇવેની સ્થિતિ બદતર થઈ ગઈ છે. રોડ પર મોટાં મોટાં ખાડા પડી ગયા છે. ધામરેજ ગામ પાસે ઈન્ડિયન ઓઇલનું ટેન્કર જમીનમાં ઘસી જતા વાહન વ્યવહારને અસર પડી હતી. સ્થાનિક લોકો પોતાની રીતે ખરાબ રોડ રસ્તાઓનું રીપેરીંગ કામ શરૂ કર્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.