ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને આપ્યો પડકારજનક સ્કોર
અમદાવાદઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આજની મુંબઈ ઈન્ડિયન અને ગુજરાત ટાઈટન્સની વચ્ચેની મેચમાં શુભમન ગિલે ધમાકેદાર સદી ફટકારી હતી. IPL 2023ની આજની હાર્દિક પંડ્યાની આગેવાનીની આજની મેચમાં ગિલે ધમાકેદાર બેટિંગ કરીને આ વર્ષમાં સૌથી વધુ સિકસર મારવાનો રેકોર્ડ કર્યો હતો. ફાસ્ટેસ્ટ સદી ફટકારવામાં ગિલ સફળ રહ્યો હતો. આજની સદી સાથે આ સિઝનમાં ગિલની ત્રણ સદી થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે ગુજરાત ટાઈટન્સે 234 રનનો પડકારજનક સ્કોર આપ્યો હતો.
આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમને પ્રથમ બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું. વરસાદને કારણે મેચ અડધા કલાકના વિલંબથી શરૂ થઈ હતી અને આવી સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરતી વખતે મુંબઈના ફાસ્ટ બોલર સામે ગુજરાતને મુશ્કેલીનો સામનો કરવો પડશે એવું લાગતું હતું, પરંતુ ગુજરાત ટાઈટન્સના સાવજોએ જરાય નમતું જોખ્યું નહોતું. રિધિમાન સહા 16 બોલમાં અઢાર રને સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ આ સિઝનમાં 700થી વધુ રન બનાવી ચુકેલા ગીલે આ મેચમાં પણ શાનદાર શરૂઆત કરી હતી અને પાવરપ્લેમાં રનનો વરસાદ શરૂ કર્યો હતો. ત્યારપછી છઠ્ઠી ઓવરમાં ક્રિસ જોર્ડન બોલિંગ કરવા આવ્યો અને ગીલે શરૂઆતમાં જ એક સિક્સર અને ફોર ફટકારી. જોર્ડને આવી શરૂઆત સાથે એક તક ઊભી કરી હતી. મિડ-ઓન પર ગિલે ઓવરનો પાંચમો બોલ શોટ કર્યો હતો. ટિમ ડેવિડ પાસે કેચ લેવાની તક હતી પરંતુ ડેવિડે તેની જમણી તરફ ડાઇવિંગ કર્યા પછી પણ આ તક છોડી દીધી હતી. તેના હાથની અંદર બોલ બહાર આવ્યો. જોકે, એના પછી શુભમન ગિલ શાનદાર સેન્ચુરી મારવામાં સફળ રહ્યો હતો. 60 બોલમાં 129 રને (215નો સ્ટ્રાઈક રેટ) આઉટ થયો હતો, જેમાં સાત ચોગ્ગા અને 10 સિકસર મારી હતી. ગિલના ગયા પછી હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન બેટિંગમાં આવ્યા હતા. સાઈ સુદર્શને 31 બોલમાં 43 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટકિપર ઈશાન કિશનને ઈજા પહોંચ્યા પછી મેદાનમાંથી બહાર ગયો હતો. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 233 રન બનાવ્યા હતા.
ટોસ જીતીને ફિલ્ડિંગમાં આવેલી રોહિશ શર્માની આગેવાનીની ટીમનું નબળું પર્ફોમ રહ્યું હતું, જેમાં ક્રિસ જોર્ડને ત્રણ ઓવરમાં 37 રન આપ્યા હતા, જ્યારે પિયુષ ચાવલાએ ત્રણ ઓવરમાં 45 રન આપ્યા હતા, પરંતુ તેને એક વિકેટ ઝડપી હતી. આકાશ મધવાલે ચાર ઓવરમાં બાવન રન આપ્યા હતા, પરંતુ ગિલની વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.