સશક્ત દિગ્દર્શક, અભિનય અને લખાણનો ત્રિવેણી સંગમ એટલે ‘ગુલામ બેગમ બાદશાહ’

દેશ વિદેશ

હિંદી ચલચિત્રોના જાણીતા દિગ્દર્શક ઉમેશ શુક્લ કે જેઓએ અક્ષય કુમાર, પરેશ રાવલ અભિનીત ‘ઓહ માય ગોડ’, અમિતાભ બચ્ચન, રિશી કપૂર અભિનીત ‘૧૦૨ નોટ આઉટ’ જેવા હીટ ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું છે અને હાલમાં ગુજરાતી રંગભૂમિ પર ચાલતું તેમનું સુપરહીટ નાટક ‘એક રૂમ રસોડું’… બાદ હવે એક નવા કોન્સેપ્ટ સાથે દાયકાઓ બાદ રંગભૂમિ પર એક જડબેસલાક થ્રીલર નાટક ‘ગુલાબ બેગમ બાદશાહ’ લઇને આવ્યા છે.
પ્રેક્ષકોને આ નાટક જોતા જોતા સીટ ઉપર જકડાઇ જવાની અનુભૂતિ થાય છે. નાટક દરમિયાન પ્રેક્ષકોને વિચારવાની એકેય ક્ષણ મળતી નથી. નાટકમાં જબરદસ્ત સેટ, જાજરમાન કોશ્ચ્યુમ, મંત્રમુગ્ધ કરી દે તેવું સચીન-જીગરનું સંગીત અને જાણીતા લેખક ઉત્તમ ગડાનું લખાણ નાટકનું જમાપાસું છે. ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકારો રાજીવ મહેતા (‘ખીચડી’… ફેમ), ગાયત્રી રાવલ, દિલીપ દરબાર, લિનેશ ફણશે, દાનેશ ગાંધીનો અભિનય નાટકને ચાર ચાંદ લગાડી દે છે. છેલ્લાં દસેક વર્ષમાં આવું જડબેસલાક થ્રીલર ‘ગુલામ બેગમ બાદશાહ’ જેવું નાટક રંગભૂમિ પર આવ્યું નથી. નાટયરસિક દરેક પ્રેક્ષકે આ નાટક જોવા જેવું જ છે. સલામ છે ઉમેશભાઇને. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.