Shocking!! UPમાં ભણતરથી બચવા માટે સગીરે ક્લાસમેટનું જ કર્યું મર્ડર

દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મર્ડરની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં આરોપી અને મૃતક બંને સગીર વયના છે. પોલીસે આપેલી માહિતી અનુસાર 16 વર્ષના આરોપીએ 13 વર્ષના સગીરની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપીએ બિયરની બાટલીથી તેનું ગળું કાપવાની પણ કોશિશ કરી હતી. આ મર્ડરનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આરોપી 10મા ધોરણમાં ભણે છે અને ભણવામાં નબળો છે. તેને સ્કૂલ જવું અને ભણવું પસંદ નહોતું, તેથી તેને પોતાના ક્લાસમેટની હત્યા કરી નાંખી, જેથી પોલીસ તેને પકડીને જેલમાં નાંખી દે અને ભણતરથી છુટકારો મળે. આરોપીની ઓળખાણ વિનોદ તરીકે થઈ છે. મૃતક બાળક આઠમા ધોરણમાં ભણતો હતો. પોલીસે આ મામલે 16 વર્ષના સગીરને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.