Homeઆમચી મુંબઈઘાટકોપર પોલીસની કાર્યવાહી મોટરસાઇકલ ચોરતી ટોળકીના ત્રણ બદમાશ પકડાયા: ૧૨ વાહન જપ્ત

ઘાટકોપર પોલીસની કાર્યવાહી મોટરસાઇકલ ચોરતી ટોળકીના ત્રણ બદમાશ પકડાયા: ૧૨ વાહન જપ્ત

(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોટરસાઇકલ ચોરતી ટોળકીના ત્રણ સભ્યને ઘાટકોપર પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. આરોપીઓની ઓળખ અંકિત રવિકાંત મિશ્રા (૨૧), ગણેશ રામચંદ્ર સાવંત (૨૧) અને કિરણ શિવાજી પાટીલ (૨૨) તરીકે થઇ હોઇ તેમની પાસેથી ચોરીનાં ૧૨ વાહન જપ્ત કરાયાં હતાં. આરોપી ગણેશ સાવંત ખાનગી બેન્કની ચેમ્બુર શાખામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો, જ્યારે કિરણ પાટીલ સાંગલીમાં હોન્ડ શોરૂમમાં અગાઉ કામ કરી ચૂક્યો હતો. પોલીસ હવે આ ટોળકીના અન્ય સભ્યોની શોધ ચલાવી રહી છે.
ઘાટકોપર પોલીસ સ્ટેશનની હદમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં મોટરસાઇકલ ચોરીના કિસ્સા વધતાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા માટે પોલીસે કમર કસી હતી. દરમિયાન ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ડહાકેના માર્ગદર્શન હેઠળ પીઆઇ પ્રમોદ કોકાટે તથા સ્ટાફે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે છટકું ગોઠવી ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી નવ મોટરસાઇકલ અને ગુના આચરતી વખતે વાપરેલી ત્રણ મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓએ ઘાટકોપર, પંતનગર અને પાર્કસાઇટ પોલીસ સ્ટેશનની હદમાં ગુના આચર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓએ વધુ એક બૂલેટ અને એક્ટિવા પણ ચોરી હોવાનું તપાસમાં જણાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular