ઘાટકોપર મેટ્રો આ સમયે ગુરુવારે બંધ રહેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મુંબઇની મુલાકાતે આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી તેમની મુંબઈ મુલાકાત દરમિયાન અનેક મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. મુંબઈ મેટ્રો 2A અને મેટ્રો 7ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવાનું છે. વડા પ્રધાન મોદીની મુલાકાત વખતે પીક અવર દરમિયાન ઘાટકોપર-વર્સોવા મેટ્રો લાઇન ટૂંક સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ ઘાટકોપર મેટ્રો સાંજે 5.45 થી 7.30 સુધી બંધ રહેશે . પીક અવરમાં મેટ્રો બંધ થવાને કારણે ઓફિસથી ઘરે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
નોંધનીય છે કે મુંબઈ મેટ્રો 2A અને મેટ્રો 7ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન ગયા વર્ષે જ થયું હતું. બંને રૂટ પર પ્રથમ તબક્કામાં 20 કિલોમીટરના અંતર સુધી મેટ્રો શરૂ કરવામાં આવી હતી. આ પછી હવે બીજા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.