Homeઆમચી મુંબઈરાણીબાગમાં લાંબી લાઈનમાં ઊભા રહેવાથી છુટકારો

રાણીબાગમાં લાંબી લાઈનમાં ઊભા રહેવાથી છુટકારો

ઘરેબેઠા ઓનલાઈન ટિકિટ બુક કરાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયનાં ૧૬૨ વર્ષના હીરક મહોત્સવની ઉજવણી રૂપે મુંબઈ મહાનગરપાલિકાએ પર્યટકોને ખાસ ભેટ આપી છે. જે હેઠળ હવેથી રાણીબાગમાં પ્રવેશ કરવા માટે પર્યટકોને હવે ટિકિટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાથી છુટકારો મળવાનો છે. પર્યટકો ઘરબેઠા રાણીબાગની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરી શકશે.
મુંબઈગરાનું માનીતું સ્થળ ગણાતા ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયની સ્થાપનાનો હીરક મહોત્સવ ચાલી રહ્યો છે. શુક્રવારે રાણીબાગમાં તેના હીરક મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો, જેમાં પાલિકાના એડિશનલ કમિશનર ડૉ. સંજીવ કુમારના હસ્તે રાણીબાગની ઓનલાઈટ ટિકિટ રજિસ્ટ્રેશન સિસ્ટમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેથી પર્યટકોને હવે રાણીબાગમાં લાંબી લાઈનમાં ઊભા રહીને ટિકિટ ખરીદવાથી રાહત મળવાની છે. લોકો હવે ઘરેથી ઓનલાઈન ટિકિટ બુક કરીને આરામથી રાણીબાગમાં પ્રવેશ મેળવી શકશે.
મુંબઈ મહાનગરપાલિકાના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય અગાઉ તે વિક્ટોરિયા ગાર્ડન તરીકે ઓળખાતું હતું, તેનું ઉદ્ઘાટન ૧૯ નવેમ્બર, ૧૮૬૨ના રોજ લેડી કૅથરીન ફ્રિઅરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાન બાદમાં પાલિકાને હસ્તગત કરવામાં આવ્યું હતું. પ્રાણીસંગ્રહાલયનું નૂતનીકરણ કરીને તેમાં વિવિધ પક્ષી, પ્રાણી લાવવામાં આવ્યાં છે. તેથી આ પ્રાણીસંગ્રહાલય ફક્ત મુંબઈ જ નહીં, પણ દેશબરના પર્યટકોમાં માનીતુ છે.
કેવી રીતે ઓનલાઈન ટિકિટ મેળવશો?
ઓનલાઈન ટિકિટ સિસ્ટમ હેઠળ પ્રાણીસંગ્રહાલયમાં પ્રવેશ કરવા માટે ટિકિટ માટે લાંબીલાઈનમાં ઊભા રહેવાને બદલે ઘરેથી ટિકિટ બુક કરી શકાશે. તે માટે પર્યટકો માટે ક્યૂઆર કોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
http://themumbaizoo-ticket.mcgm.gov.in લિંકનો ઉપયોગ કરીને પાલિકાની વેબસાઈટ પરથી પર્યટકો ટિકિટ બુક કરી શકશે.
રાણીબાગમાં ત્રણ નવા મહેમાનનું આગમન
રાણીબાગમાં બાળકોના માનીતા પૅંગ્વિનની જોડીએ બચ્ચાંઓને જન્મ આપ્યાં હતાં. દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા હમ્બોલ્ટ પૅંગ્વિનની જોડીના ત્રણ બચ્ચાંઓના શુક્રવારે નામકરણ કરવામાં આવ્યાં હતાં. પૅંગ્વિનના બચ્ચાંઓના ફ્લેશ, બિંગો અને ઍલેક્સા નામ રાખવામાં આવ્યાં છે, જેમાં ફ્લેશનો જન્મ બે એપ્રિલ, ૨૦૨૨ના થયો હતો. તો બિંગોનો જન્મ ૨૬ એપ્રિલ, ૨૦૨૨ના થયો હતો અને ઍલેક્સાનો જન્મ ૯ ઑગસ્ટ, ૨૦૨૨ના થયો છે.
રાણીબાગ પર ફિલ્મ
‘હું રાણીબાગ બોલું છું’ નામની પ્રાણીસંગ્રહાલય પર ‘વ્હર્ચ્યુઅલી વાઈલ્ડ’ નામની સિરીઝનો છેલ્લો ભાગ પણ શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉના રાણીબાગના સ્થાપનાથી લઈને આજના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવી છે. આ સિરીઝ ‘ધ મુંબઈ ઝૂ’ આ યુટ્યૂબ ચેનલ પર ઉપલ્બધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular