દુનિયાના આ દેશોમાં રહેવા માટે મળે છે સામેથી પૈસા

ઇન્ટરવલ

વર્લ્ડ ટુર પર જવાનું આપણા દરેકનું સપનું હોય છે, પણ ખૂબ જ ઓછા લોકોનું એ સપનું પૂરું થાય છે, બરાબર ને? આ સિવાય બહારના દેશમાં જઈને રહેવાનું એટલે રહેવા માટે ઘર જોઈએ, નોકરી જોઈએ, વ્યવસાય જોઈએ… પણ જો કોઈ દેશ તમને ત્યાં આવીને રહેવા માટે સામેથી જ પૈસા આપે તો? આઈ નો આઈ નો હવે તમને આ વાંચીને એવું લાગતું હશે કે આ તો ટાઢા પહોરનાં ગપ્પાં છે, કોઈ દેશ ત્યાં આવીને વસવાટ કરવા માટે શા માટે આપણને સામેથી પૈસા આપે? પણ બૉસ આ હકીકત છે અને આજે આપણે અહીં વાત કરીશું કેટલાક એવા જ દેશો વિશે કે જ્યાં લોક સંખ્યા ઓછી હોવાને કારણે જે-તે દેશની સરકાર જ સામેથી પૈસા આપે છે.

વાહ ભાઈ વાહ! -નિધિ ભટ્ટ

અલ્બેનીન, સ્વિટ્ઝર્લેન્ડ
સ્વિટ્ઝર્લેન્ડ તો ઓલમોસ્ટ દરેક લોકો માટે ડ્રીમ વેકેશન પ્લેસ હશે, પણ તમને ખબર છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં જ આવેલા અલ્બેનીન નામના નાનકડા ગામડામાં રહેવા માટે સામેથી પૈસા ઓફર કરવામાં આવે છે. જો તમારી ઉંમર ૪૫ વર્ષ કરતાં ઓછી છે અને અહીં સ્થાયી તમારી ઈચ્છા હોય તો તમને સામેથી પચ્ચીસ હજાર સ્વીસ ફ્રાન્ક્સ એટલે આશરે વીસ લાખ રૂપિયા વર્ષના આપવામાં આવશે અને એમાં પણ જો તમે કપલ હોવ તો તો તમારા માટે આ રકમ ઓલમોસ્ટ ડબલ થઈ જશે, એટલે વર્ષના ચાલીસ લાખ રૂપિયા અલ્બેનીનમાં રહેવા માટે બૉસ!
——–
ન્યુ હેવન સિટી, કનેક્ટિકટ
દુનિયાની સૌથી ફેમસ યેલ યુનિવર્સિટી જ્યાં આવેલી છે એ જ આ શહેર. મૂળભૂત સુુવિધાઓથી સજ્જ એવા આ શહેરમાં અહીં રહેવા આવનારા રહેવાસીઓને દસ હજાર ડોલર્સની લોન કોઈ પણ પ્રકારના ઈન્ટરેસ્ટ વગર આપવામાં આવશે. આ પૈસા તમે ઘર લેવા માટે કે પછી તમારો બિઝનેસ સેટઅપ કરવા માટે પણ ખર્ચી શકો છો. મજાની વાત તો એ છે કે જો તમે અહીં પાંચ વર્ષથી વધુ સમય સુધી રહેશો તો તમારી આ પૂરી લોન માફ કરી દેવામાં આવે છે.
———
વર્મોન્ટ, અમેરિકા
સૌથી પહેલાં વાત કરીએ અમેરિકામાં આવેલા વર્મોન્ટની… અમેરિકામાં આવેલો આ એક ડુંગરાળ વિસ્તાર છે અને અહીંનું શ્રેડર ચીઝ અને બેન એન જેરી આઈસ્ક્રીમ ખૂબ જ લોકપ્રિય છે. કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય આપ્યું છે પણ અહીંની વસતીની વાત કરીએ તો ૬,૨૦,૦૦૦ જેટલી જ છે. વધુ ને વધુ લોકો પોતાને ત્યાં રહેવા માટે આવે એ માટે ત્યાંના સ્થાનિક પ્રશાસન દ્વારા એક રિમોટ વર્કર પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને એ અનુસાર અહીં રહેવા આવનાર દરેક વ્યક્તિને બે વર્ષ સુધી ૧૦,૦૦૦ ડોલર્સ એટલે કે આશરે સાડાસાત લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
———-
પોંગા, ઓસ્ટ્રીઅસ, સ્પેન
અમેરિકા અને સ્વિટ્ઝર્લેન્ડનથી આગળ વધીએ અને પહોંચીએ સ્પેન. પોંગા એ સ્પેનનું એક અત્યંત સુંદર અને પુરાતન ગામ છે, પણ વસતીના મામલામાં થોડું પાછળ પડે છે.
એક હજારની વસતીવાળા આ ગામમાં જેમ બને એમ વધુમાં વધુ યુવાનો રહેવા આવે એ માટે અહીંની સરકાર પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસના જ એક ભાગરૂપે અહીં રહેવા આવનાર કપલને સરકાર દર વર્ષના ત્રણ હજાર યુરો એટલે કે આશરે દોઢ લાખ રૂપિયા આપશે.
એટલું જ નહીં આ ગામમાં જન્મ લેનાર બાળકને પણ એટલી જ રકમ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.