નવી દિલ્હીઃ ભારતનાં પ્રવાસે આવેલા જર્મનીના વિદેશ પ્રધાન અન્નાલેના બેયરબોકે પાટનગર દિલ્હીમાં ગાંધી સ્મૃતિના સ્થળે જઈને શ્રદ્ધાજંલિ આપી હતી. તેમને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બે દિવસના ભારતના પ્રવાસે આવેલા બેયરબોકે ભારતની પ્રશંસા કરી હતી. છેલ્લા પંદર વર્ષમાં 40 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવાના ભારતના પ્રયાસના પણ તેમણે ભારોભાર વખાણ કર્યા હતા.
જર્મનીનાં વિદેશ પ્રધાને કહ્યું હતું કે સામાજિક બહુમતિ, સ્વતંત્રતા અને લોકશાહી એ આર્થિક વિકાસ, શાંતિ અને સ્થિરતાના વાહન છે. તેમણે એમ કહ્યું હતું કે માનવઅધિકારોને વધુ મજબૂત કરવા માટે લોકોએ સાથે મળીને કામકાજ કરવાનું છે. 21મી સદીમાં ખાસ કરીને ઈન્ડો પેસેફિકમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને આકાર આપવામાં ભારતનું નોંધપાત્ર યોગદાન રહેશે અને ભારતનો પ્રવાસ કરવાની બાબત પણ દુનિયાના છઠ્ઠા ભાગમાં પ્રવાસ કરવા જેવું છે. ભારત અને જર્મનીએ વર્ષ 2021માં પરસ્પરના રાજકીય સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, જેમાં 2021માં યોજવામાં આવેલા સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બર્લિનમાં ગયા હતા.
જર્મનીનાં વિદેશ પ્રધાને આ કારણથી કરી ભારતની પ્રશંસા
RELATED ARTICLES