દેશ સળગી રહ્યો છે અને પીએમ મોદી જનતાને એક અપીલ પણ કરતા નથી- અશોક ગહલોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. એમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાથી શાંતિ જાળવવાની અપીલ કરવી જોઇએ. જોકે, મને સમજાઇ રહ્યું નથી કે શા માટે તેઓ એમ કરવા ઇચ્છતા નથી.

ગહલોતે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદીને વારંવાર અપીલ કરી રહ્યો છું કે તેઓ શાંતિ અને ભાઇચારાન સંદેશ દેશની જનતાને આપે, જેની અસર લોકો પર પડશે, પણ મને સમજાઇ નથી રહ્યું કે તેઓ શા માટે એમ કરી રહ્યા નથી. હાલમાં જ હૈદરાબાદમાં ભાજપની કાર્યકારિણી થઇ હતી જયા વડાપ્રધાને તમામ વાતો કહી પણ દેશને શાંતિ જાળવવાની અપીલ ન કરી. દેશ સળગી રહ્યો છે, તણાવ છે, લોકોની અંગર રોષ છે, હિંસા થઇ રહી છે એવા સમયે વડાપ્રધાને આગળ આવીને લોકોને અપીલ કરવી જોઇએ. હું વડાપ્રધાન મોદીને ફરી એકવાર વિનંતી કરુ છું કે તેએ દેશની જનતાને મેસેજ આપે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.