અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
પોલેન્ડની મુલાકાતનો અંત નજીક આવતાં જ જાણે સ્થળો વધુ આકર્ષક બનતાં જતાં હતાં. હજી લગ્નના રિસોર્ટ પર પહોંચવામાં બ્ો દિવસની વાર હતી, પણ અમે બાલ્ટિક સમુદ્ર નજીક પહોંચી જ ગયાં હતાં. એવામાં ક્રાકાઓથી દરિયા તરફ જવામાં છ-સાત કલાકની ડ્રાઇવ હતી. રૂરલ પોલેન્ડથી પસાર થવામાં અલગ જ અનુભવો થઈ રહૃાા હતા. આમ તો ઇમારતો, રોડ સાઇન્સ અન્ો લોકોની બોડી લેન્ગવેજથી જ ઇસ્ટ યુરોપિયન કલ્ચર તો ઊભરી આવતું હતું જ. ઘણા ખૂણાઓમાં હંગ્ોરી કે ચેક રિપબ્લિક યાદ આવી જતું હતું. જોકે સૌથી વધુ ઇસ્ટ યુરોપિયન અસર હતી ત્યાંની ખાણીપીણીમાં.
હજી સુધી અમે વોરસો અન્ો ક્રાકાઓમાં ઘણું સ્થાનિક સ્વાદિષ્ટ ફૂડ અજમાવી ચૂક્યાં હતાં. મારું સૌથી મનપસંદ હતું પોલિશ બિગોસ સ્ટ્યુ. એકદમ કમ્ફર્ટિંગ સ્વાદ સાથે ત્ો ડિશ બધે સરળતાથી મળી જતી. મન્ો પિયરોગી ડમ્પલિંગ્સ પણ ભાવી ગયેલાં. મોમોઝનાં શોખીનોન્ો ત્ોમાં જરૂર મજા પડે ત્ોવું છે. આ રોડ ટ્રિપમાં ગોલાબકી કેબ્ોજ રોલ્સ પણ ચાખવા મળી ગયા. મજાની વાત એ છે કે ગોલાબકીનું વેજિટેરિયન વર્ઝન પણ મળી જાય છે. મોટાં શહેર પાછળ છોડ્યા પછી પોલેન્ડમાં જનરલી વેજિટેરિયન ફૂડ મળવું જરા અઘરું થઈ ગયેલું. છતાંય મોટાભાગ્ો ચીઝ અન્ો બ્રેડ પર રહેવાનો વારો આવ્યો ન હતો. કંઈ નહીં તો ત્યાંની ખ્યાતનામ પોટેટો પ્ોન કેક્સ તો મળી જ જતી. વોરસોમાં ઝાપિકાન્કા પહેલી વાર ખાધેલું. આ પોલિશ પિઝ્ઝા પણ અજમાવા જેવો ખરો.
હાઇવે એ-૧ પર ઘણો સ્ટ્રેચ તો નિર્જન હાઇવે જ હતો જ્યાં અમારા જેવાં કમ્યુટર્સ અન્ો પ્રવાસીઓ જ હતાં. યુરોપભરનો હાઇવે પ્રમાણમાં માત્ર બોરિંગ ડ્રાઇવિંગ જ બનીન્ો રહી જાય છે. લોકલ રેડિયો સ્ટેશન પર સ્થાનિક પોપ મ્યુઝિકની લેવર પણ અલગ મજા કરાવી જાય છે. વચ્ચે વચ્ચે શહેરોની એક્સિટ આવતી, પણ વચ્ચે થોડો સ્ટ્રેચ દુનિયાથી કટ ઓફ લાગતાં ટચૂકડાં પોલિશ ગામડાંઓનો પણ આવતો હતો. જોકે ત્યાં અમારા જેવાં બ્રાઉન લોકોન્ો સ્થાનિકો જરા નવાઈથી જોતાં હતાં ત્ો સ્પષ્ટ હતું. અમારું ડેસ્ટિન્ોશન હતું ગ્ડાન્સ્ક. ગામનું નામ બોલવામાં જેટલું મુશ્કેલ લાગતું હતું, ત્યાંનો માહોલ એટલો જ સરળ હતો.
ગ્ડાન્સ્ક નજીક આવતાં જ રોડ સાઇડ હોટલ્સ શરૂ થઈ ગઈ. શહેરના એક કાફેમાં સ્થાનિક રોઝ લેવર્ડ ડોનટ મળી ગયું. એક વાર સ્ોન્ટર પહોંચ્યા પછી દરિયે તો જવું જ રહૃાું, પણ દરિયા આસપાસ રહેવા માટે તો પ્ાૂરતો સમય મળવાનો હતો. આમ પણ પોલેન્ડ ત્ોના દરિયા માટે જાણીતું નથી. જોકે માઇકેના લગ્નના વેન્યુ પછી ત્ો વાત તો ખોટી લાગતી હતી. ગ્ડાન્સ્ક આખુંય ન્ોધરલેન્ડનાં માઇગ્રન્ટ્સ્ો વસાવેલું. એટલે જ ત્યાંનું આર્કિટેક્ચર ઘણાં અંશે ન્ોધરલેન્ડની યાદ અપાવતું હતું. અહીં ૫૦૦ વર્ષોમાં ગલીઓ અન્ો રસ્તાઓનાં નામ તો નથી બદલાયાં, પણ બીજા વિશ્ર્વયુદ્ધમાં આખુંય શહેર સાવ ધરાશાયી થઈ ગયું હતું. આખુંય શહેર યુદ્ધ પછી હતું ત્ોવું જ ફરી બનાવવામાં આવેલું. પોલેન્ડન્ો બીજા વિશ્ર્વયુદ્ધનો સૌથી વધુ માર લાગ્યો હતો ત્ો સ્પષ્ટ નજરે પડતું હતું. અમન્ો એમ કે ઓઝવિચ પછી વર્લ્ડ વોરનો વિષય આ ટ્રિપ પ્ાૂરતો પાછળ રહી ગયો હતો, પણ ગ્ડાન્સ્કમાં ‘ધ મ્યુઝિયમ ઓફ ધ સ્ોક્ધડ વર્લ્ડ વોર’ તો જવું જ પડે ત્ો વાંચવામાં આવ્યું અન્ો અમારો સામાન હોટલ પર મૂકી અમે પહેલી સાઇટ તરફ ચાલી નીકળ્યાં. આ લંબચોરસ, ઢળતા મિનારાની ઇમારત એકવીસમી સદીમાં જ બની છે. પોલેન્ડમાં ૧૯૩૯થી ૪૫ વચ્ચેના આર્ટિફેક્ટની કોઈ કમી નથી. અહીં પણ વોર સંબંધિત ટાઇપ રાઇટરથી લઈન્ો ટેન્ક સુધી બધું જ છે, અન્ો પોલેન્ડમાં જ અહીં યુદ્ધની યાદોન્ો પોલિટિકલ કારણો માટે વધુ પડતું ગ્લોરિફાય કરવા માટે આ મ્યુઝિયમનો વિરોધ પણ થયો હતો. અમે તો માત્ર ત્યાં મોજૂદ યાદગીરીન્ો રિસ્પ્ોક્ટ આપવા પહોંચેલાં. મ્યુઝિયમમાં યુદ્ધના વિક્ટિમ્સન્ો અત્યંત કલાત્મક રીત્ો શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી. બીજી બધી સાઇટો વચ્ચે મ્યુઝિયમમાં સ્ટાલિનની સ્મોકિંગ પાઇપ પણ હાજર હતી. ગ્ડાન્સ્કમાં સૌથી પહેલાં જ ગમગીન થઈન્ો અમે મ્યુઝિયમથી ધાર્યાં કરતાં વહેલાં નીકળી ગયાં.
આ પોર્ટ સિટીનાં રંગીન ઘરોથી થોડું ચિયર પાછું આવ્યું. આ કોન્ટિન્ોન્ટ ખરેખર એટલું બધું જોઈ ચૂક્યો છે, કેે છેલ્લા લાંબા સમયથી શાંતિના સમય દરમ્યાન આ બધું ફરી કદી યુદ્ધ નહીં જોવું પડે એ આશાથી બંધાયું હતું. અન્ો જાણે હિસ્ટ્રીની સાઇકલ ફરી પાછી આવી રહી હોય ત્ોમ હાલની રશિયા અન્ો યુક્રેનના સંઘર્ષમાં યુરોપ ફરી સ્ટ્રગલ કરી રહૃાું છે. એવામાં ભૂતકાળના યદ્ધનું રિમાઇન્ડર હવે પાછું મળ્યા કરે ત્ોવાં સ્થળો થોડા સમય માટે એવોઇડ કરવાનું વિચાર્યું. દિવસનો અંત પોઝિટિવ આવે ત્ો માટે અમે મારિઆકા સ્ટ્રીટ પહોંચ્યાં. અહીં આર્ટ ગ્ોલેરીઝ, જ્વેલરી શોપ્સ અન્ો ડિઝાઇનર કાફેઝ વચ્ચે મન હળવું થઈ રહૃાું હતું. સ્ટ્રીનનાં અનોખાં આર્કિટેક્ચર વચ્ચે દરેક દુકાન પર પગથિયાં ચઢીન્ો જવું પડતું હતું. ત્યાંના ખ્યાતનામ ડ્રુકાનિયા કાફેમાં પોલેન્ડની બ્ોસ્ટ કૉફી મળી. સિટી સ્ોન્ટરમાં વધુ આંટા મારવામાં મન વધુ હળવું તો થયું, પણ હજી જરા કમ્ફર્ટ પણ મળી જાય ત્ોના માટે શું કરવું ત્ો સમજાતું ન હતું. અન્ો પછી યાદ આવ્યું, ઘરેથી નીકળ્યે અઠવાડિયું થયું હતું અન્ો ઇન્ડિયન ફૂડ ખાવાનો સમય આવી ગયો હતો.
સ્ોન્ટરમાં મામા ઇન્ડી રેસ્ટોરાં મળ્યું અન્ો પનીર ટિક્કા મસાલા અન્ો નાનમાં થોડો સમય લગ્ન અન્ો વોર બંન્ો ભુલાઈ ગયાં. ગ્ડાન્સકમાં ઘણા બીચ અન્ો ટાવર પરથી આ ટચૂકડા પોર્ટ શહેરનો મજેદાર વ્યુ જોઈ શકાય છે. લગ્નના રિસોર્ટ તરફ જવામાં પોલેન્ડની બ્ોસ્ટ મેમરીઝ યાદ રહી. હવે ઓટમમાં આલ્બ્ોનિયા જવાની ત્ૌયારી કરવાની હતી.