Homeટોપ ન્યૂઝસંરક્ષણ ક્ષેત્રમાં ગૌતમ અદાણીની એન્ટ્રી, હવે આ કંપની સાથે મોટો સોદો

સંરક્ષણ ક્ષેત્રમાં ગૌતમ અદાણીની એન્ટ્રી, હવે આ કંપની સાથે મોટો સોદો

એશિયાના સૌથી અમીર અબજોપતિ ગૌતમ અદાણી બીજા ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝે સંરક્ષણ વ્યવસાયમાં પ્રવેશ કરવા માટે બલ્ગેરિયન આર્મકો જેએસસી સાથે સંયુક્ત સાહસનો સોદો કર્યો છે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની સબસિડિયરી કંપની અગ્યેયા સિસ્ટમ્સ લિમિટેડ (એએસએલ) એ આર્માકો જેએસસી સાથે 56:44 ના રેશિયોમાં સોદો કર્યો છે.
અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે ASL 56 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે Armaco JSC બાકીનો 44 ટકા હિસ્સો ધરાવે છે. એક નિયમનકારી ફાઇલિંગમાં, અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ, કંપની ભારતીય દળો માટે વિવિધ શસ્ત્રો અને ભાગોનું ઉત્પાદન કરશે અને દેશને આત્મનિર્ભર મિશન તરફ લઈ જશે. કંપની દ્વારા શેર કરાયેલા દસ્તાવેજ અનુસાર કંપની ગુજરાતમાં રજીસ્ટર થયેલ છે.
સંરક્ષણ ક્ષેત્રમાં ગૌતમે અદાણી પહેલાં ઘણી ભારતીય કંપનીઓએ ઝંપલાવ્યું છે, જેમાં ટાટા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારત ફોર્જ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણી આ જૂથો સાથે સ્પર્ધા કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular