દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં ગૌતમ અદાણી ચોથા ક્રમે, બિલ ગેટ્સને રિપ્લેસ કરીને બનાવ્યું સ્થાન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ ફોર્બ્સના સૌથી ધનિકોની યાદીમાં ચોથા સ્થાને આવી ગયું છે. તેમણે કમાણીની બાબતે માઈક્રોસોફ્ટના પ્રમુખ બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. નોંધનીય છે કે બિલ ગેટ્સ પહેલા ચોથા સ્થાને હતાં અને હવે આ જગ્યા ગૌતમ અદાણીએ લઈ લીધી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 115.5 અરબ ડોલર થઈ ગઈ છે. અદાણી ગ્રુપના સ્ટોકમાં પણ સતત તેજી આવી રહી હોવાથી તેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે.
ફોર્બ્સ દ્વારા જાહેર જાહેર કરવામાં આવેલી ધનિકોની યાદીમાં પહેલા સ્થાને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, બીજા સ્થાને પ્રખ્યાત ફેશન બ્રાન્ડ લૂઈસ વિટોન, ત્રીજા સ્થાને એમેઝોનના માલિક જેફ બેજોસ અને ચોથા સ્થાને ગૌતમ અદાણી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.