મુંબઈ: દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) અને અદાણી ગ્રુપ (Adani Group) માટે હાલનો સમય ઘણો કપરો ચાલી રહ્યો છે, જે ફરી એક વાર પુરવાર થયું છે કારણ કે Adani Enterprises Limited FPO ને પાછો ખેંચી લેવાની એકાએક જાહેરાત કરી હતી.
આખરે અદાણીએ FPO (ફોલો-ઓન પબ્લિક ઑફર) રદ કરવાની સાથે રોકાણકારોને રૂપિયા પરત કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે બજેટનાં દિવસે ગ્રુપની મોટાં ભાગની કંપનીના શેરમાં જોરદાર ધોવાણ થયું હતું. જોકે મોડી રાતે કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરીને FPO પાછો ખેંચી લેવાનું જણાવ્યું હતું. અલબત્ત, હિડનબર્ગના અહેવાલ પછીથી અદાણી ગ્રુપ જોરદાર વિવાદમાં આવ્યું હતું અને એની વચ્ચે એકએક અદાણીએ FPO કેન્સલ કરતા ફરી લાખો રોકાણકારોનો જીવ તાળવે ચોંટયા છે. જોકે રોકાણકારોને ધરપત આપતા FPO રોકાણ કરેલા પૈસા પરત આપવાનો નિર્ણય લીધો છે.
અદાણી એન્ટરપ્રાઇઝનો Rs. 20000 કરોડનો FPO કંપની દ્વારા કેન્સલ કરવામાં આવ્યો હોવાની મીડિયાને સત્તાવાર જાણ કર્યા બાદ આવતીકાલે માર્કેટમાં અદાણીના શેરમાં જોરદાર ધોવાણ રહે એવી અટકળ વહેતી થઈ હતી.
મોડી રાતના ડેવલોપમેન્ટ અંગે સૂત્રોએ કહ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલા રૂપિયા 20000 કરોડના FPOને આજે કંપનીના બોર્ડ મિટિંગમાં કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે FPOના છેલ્લા દિવસે કંપનીએ જાહેર કર્યું હતું કે તેનો FPO પુરો છલકાઈ ગયો છે અને આજે એકએક પછી ખેંચીને સૌને ચોંકાવી દીધા છે. જોકે આજે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ભારે ઘટાડો પણ થયો હતો, ત્યારે FPO પાછો ખેંચી લેવાનો નિર્ણય કંપનીએ ઇન્વેસ્ટરોના હિતમાં નિર્ણય લીધો છે તેવું જાહેર કરવામાં આવ્યું છે.