અદાણીની સંપત્તિમાં થયો વધારો, ફ્રાન્સના બર્નાર્ડ અરનોલ્ટને પાછળ છોડીને બનાવી દીધો ઈતિહાસ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગૌતમ અદાણી ફ્રાન્સના બર્નાર્ડ અરનોલ્ટને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આવું પહેલી વાર બન્યું છે કે કોઈ એશિયાની વ્યક્તિ બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સમાં ટોપ-3માં આવ્યું હોય. 137.4 અબજ ડોલર (11 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ગોતમ અદાણીએ ફ્રાન્સના બર્નાર્ડ અરનોલ્ટને પાછળ છોડી દીધા છે. આ રેન્કિંગમાં હવે તેમાનાથી આગળ અમેરિકાના એલન મસ્ક અને જેફ બેજોસ છે.

91.9 અબજ ડોલર (7.34 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 11મા સ્થાને છે.

આ યાદીમાં નંબર વન રહેલા એલન મસ્કની નેટવર્થ 251 બિલિયન ડોલર એટલે કે અંદાજે 20 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે બીજા નંબર પર રહેલા એમેઝોનના જેફ બેજોસ પાસે 153 બિલિયન ડોલર એટલે કે 12 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.