Gateway of India જવાનું પ્લાનિંગ કરતા હોવ તો માંડી વાળજો! Tourists માટે છે બંધ, આ છે કારણ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ગેટવે ઓફ ઇન્ડિયા (Gateway of India) મુંબઈનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. રોજ હજારો લોકો આ પ્રસિદ્ધ સ્થળની મુલાકાત લેતા હોય છે, પરંતુ તાજેતરમાં રાયગઢના દરિયા કાંઠે શસ્ત્રો મળી આવવા સહિતની જોખમી અને ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગેટ ઓફ ઇન્ડિયાને પર્યટકો માટે અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે રાયગઢના હરિહરેશ્વરના દરિયા કાંઠે 18 ઓગસ્ટના રોજ એક બોટમાંથી ત્રણ એકે 56 રાઈફલ, કારતુસો અને કેટલાક શસ્ત્ર મળી આવ્યા હતા, જેને પગલે હડકંપ મચી ગયો હતો અને રાજ્યભરમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં આ બોટ કોઈ ઓસ્ટ્રેલિયન નાગરિકની હોવાનું જાણમાં આવ્યું હતું.

આ ઘટના બાદ મુંબઈના ટ્રાફિક પોલીસને 26/11 જેવા આતંકી હુમલાનો પણ મેસેજ આવ્યો હતો. આ મેસેજ પાકિસ્તાનવાળા કોડ નંબર પરથી આવ્યો હતો અને તેમને મુંબઈની એક ફાઇવટાર હોટલમાં બોમ્બ હોવાની પણ ધમકી મળી હતી.

આ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુંબઈના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગેટવે ઓફ ઇન્ડિયાને અચોક્કસ મુદત સુધી પર્યટકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.