મુંબઈમાં મલેરિયા, ગૅસ્ટ્રોનો આંતક, ચાર દિવસમાં દર્દીની સંખ્યામાં વધારો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં મલેરિયા, ગૅસ્ટ્રો અને ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર ચાર દિવસમાં આ બીમારીના દર્દીનો આંકડો ડબલ નોંધાયો છે. તેથી પાલિકાના આરોગ્ય ખાતાની ચિંતા વધી ગઈ છે.

આરોગ્ય ખાતાએ આપેલા આંકડા મુજબ પહેલી સપ્ટેમ્બરથી ચાર સપ્ટેમ્બરના ચાર દિવસમાં મુંબઈમાં મલેરિયાના ૮૯, ડેન્ગ્યૂના ૨૯ તો ગૅસ્ટ્રોના ૩૮ જેટલા કેસ નોંધાયા હતા. તો લૅપ્ટોના છ, હેપેટાઈટીસના ચાર, ચિકનગુનિયાના એક અને સ્વાઈનફ્લૂના ત્રણ કેસ નોંધાયા છે. મુંબઈમાં લગભગ ત્રણેક અઠવાડિયાથી વરસાદ નથી. છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છતાં પાણીજન્ય કહેવાતી આ બીમારીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ અગાઉ ઑગસ્ટમાં મલેરિયાના ૭૮૭, લૅપ્ટોના ૬૩, ડૅન્ગ્યૂના ૧૬૯, ગૅસ્ટ્રોના ૪૬૭, હેપેટાઈટીસના ૫૧, ચિકનગુનિયાના ત્રણ અને સ્વાઈનફ્લૂના ૧૮૯ કેસ નોંધાયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.