ગેસ, એસિડિટી, ખાટા ઓડકારથી પરેશાન છો? તો આ ઘરેલું ઉપાયો અજમાવો

સ્પેશિયલ ફિચર્સ

આમ તો પેટમાં રહેલો ગેસ ઓડકારના રૂપમાં બહાર આવે એ સામાન્ય વાત છે, પણ જરૂરતથી વધારે ઓડકાર આવે કે ખાટા ઓડકાર આવે તો ઘણી પરેશાની થાય છે અને ક્યારેક લોકોની સામે ક્ષોભ, સંકોચ પણ અનુભવાય છે. હવેથી જ્યારે તમને ખાટા ઓડકાર આવે તો આ ઘરેલુ ઉપાય અજમાવજો.
1) એલચીના દાણા ચાવો
એલચીના દાણા મોંમા રાખીને ચાવતા રહેવાથી ડાઇજેસ્ટિવ જ્યુસ જલદી બને છે અને પેટમાં ગેસ ઓછો બને છે. એલચીનું સેવન કરવાથી પેટ ફૂલવાનું પણ ઓછું થાય છે. તેથી પેટની ગેસ અને ખાટા ઓડકારથી રાહત મેળવવા દિવસમાં બે-ત્રણ વાર એલચીના દાણા ચાવવાનું રાખો.
2) ભોજન કર્યા પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવાથી વારંવાર આવતા ઓડકારથી રાહત મળે છે. વરિયાળી ખાવાથી પેટના ગેસ અને ઓડકારમાં પણ આરામ મળે છે. વરિયાળી પાચનતંત્રને આરામ આપે છે તેમજ પેટ ફૂલવું, પાચન, ગળામાં બળતરા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
3) જો પેટમાં ગેસ થતો હોય તો હિંગના પાવડરને રૂના પુમડા પર રાખીને નાભિ પર રાખો. તેનાથી પેટનો ગેસ દૂર થશે અને પેટના દુખાવાની સમસ્યા પણ દૂર થશે.
4) જો ગેસ, એસિડિટી, ખાટા ઓડકારની સમસ્યા હોય તો નારંગીના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધવ ભેળવીને પીવો. તેનાથી તમને જલ્દી રાહત મળશે.
5) રોજના ભોજનમાં દહીં અથવા છાશનો સમાવેશ કરો, તેનાથી પેટમાં ગેસ અને ખાટા ઓડકારથી રાહત મળે છે.
6) પેટમાં ગેસ થતો હોય તો એક ચમચી અજમાને પા ચમચી લીંબુના રસમાં ભેળવીને ખાવુ. આના કારણે ગેસ તરત જ શાંત થઈ જશે અને ઓડકારથી પણ રાહત મળશે.
7) જો તમે એસિડિટીથી પરેશાન છો તો સવારે બે કેળા ખાઓ અને એક કપ દૂધ પીવો. આવું નિયમિત કરવાથી થોડા જ દિવસોમાં એસિડિટીથી રાહત મળશે.
8) જમ્યા પછી પછી બે ચમચી ઇસબગોળ દૂધ સાથે લેવાથી એસિડિટીમાં ફાયદો થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.