સુરતમાં ગેંગવોર: સરેઆમ ચાર રાઉન્ડ ફાયરિંગ થયું, એકનું મોત

આપણું ગુજરાત

Surat: વધતી જતી ગુનાહિત પ્રવૃતિઓને કારણે લોકોએ સુરતને ક્રાઈમ સીટી કહેવા લાગ્યા છે. ગુનાખોરી ડામવા સુરત પોલીસ નાકામ ગઈ છે એવું વર્તાઈ રહ્યું છે. સુરત શહેરમાં માથાભારે ગેંગ વચ્ચે ઝઘડા મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈ કાલે શહેરના લાલગેટ વિસ્તારમાં મીંડી ગેંગ સભ્ય પર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં આરીફ મીંડીના જમાઈ હાજી ઉર્ફે બિલાલ પુનાવાલાનું મોત થયું હતું. ફાયરિંગ બેવડી હત્યાના આરોપી ફઇમ સુકરી એ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફઇમ હાલ પેરોલ પર જેલની બહાર છે. સરેઆમ થયેલા ફાયરીંગને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સુરતમાં આવેલી કેટલીક ગેંગો વચ્ચે આંતરિક ઝઘડાઓને લઈને જાહેરમાં મારામારી અને ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. ગુંડાઓમાં જાણે પોલીસનો ડર જ ખતમ થઇ ગયો છે. ગઈકાલે સુરતના લાલગઢ વિસ્તારમાં કેટલાક શખ્સો એક વ્યક્તિ ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક સુરતના માથાભારે આરીફ મીંડીનો જમાઈ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા આરીફની ગેંગના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
શહેરમાં છેલ્લા લાંબા સમયથી આરીફ મીંડી ગેંગનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. મીંડી ગેંગ સામે હપ્તાખોરી ઉપરાંત વ્યાજનો બિઝનેસ અને દાદાગીરી સહિત અનેક ગુના દાખલ છે. ઘટનાને અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ આ ફાયરીંગ ફઇમ સુકરી એ કર્યું હતું. ફઇમ સુકરી જનતા માર્કેટ ખાતે થયેલી બેવડી હત્યાનો આરોપી છે. ફઇમ હાલ પેરોલ પર જેલ બહાર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.