ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદથી પોલીસ અસામાજિક તત્વો પર સઘન વોચ રાખી રહી હતી. ગુજરતમાં બને તબક્કાનું મતદાન એકંદરે શાંતિ પૂર્વક પૂર્ણ થયું. ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. મોડી રાત્રે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગેંગવોર અને મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા.
અંગત અદાવતમાં બે જૂથો સામ સામે આવી જતા મારામારીની ઘટના બની હતી. જુહાપુરાના કુખ્યાત નજીર વોરા પર ફાયરિંગ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી હતી. બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેજલપુર પોલીસે નઝીર વોરા અને પુત્ર સામે પણ ફરિયાદ નોંધી છે.
મળતી માહિતી મુજબ અંગત અદાવતમાં જુહાપુરામાં ફાયરિંગ થયું હતું. એક ટોળાએ બીજા ટોળા પર તલવાર જેવા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં કુખ્યાત નઝીર વોરા પર ફાયરિંગ થતા ઈજા પહોંચી હતી.
ગઈ કાલે મતદાન પૂર્ણ થતા પોલીસનો પહેરો ઘટતા સામાજિક તત્વો બહાર આવી રહ્યા છે.
ચૂંટણી પૂર્ણ થતા જ અમદાવાદમાં ગેંગવોર: મોડી રાત્રે ફાયરિંગ થયું અને તલવારો ઉછળી
RELATED ARTICLES