પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના જાણીતા હત્યાકાંડ અંગે ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈને અહીંની કોર્ટ ચુકાદો આપી શકે છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં 16 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ પછી આવતીકાલે મંગળવારે પ્રયાગરાજની એમપી/એમએલએ સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપશે. ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલ સુધીની સફર 24 કલાક (1300 કિલોમીટર)માં પૂરી કર્યા પછી પોલીસનો કાફલો (45 પોલીસ, બે વ્રજ વાહન) સોમવારે સાંજે પ્રયાગરાજ પહોંચ્યો હતો અને આવતીકાલે કોર્ટ ચુકાદો આપશે.
ઉમેશ પાલને ઘરની બહાર સુલેમસરાય વિસ્તારમાં બંદુકની ગોળીઓથી અને બોમ્બના હુમલામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ હુમલામાં બે સરકારી શૂટર રાઘવેન્દ્ર સિંહ અને સંદીપ નિષાદ માર્યા ગયા હતા. કોર્ટના ચુકાદા પૂર્વે આરોપી બાહુબલી અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને રવિવારે ગુજરાતમાં સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ અને તેના ભાઈ ભૂતપૂર્વ વિધાનસભ્ય ખાલીદ અજીમ ઉર્ફે અશરફને બરેલી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો.
ઉમેશ પાલની પત્ની જયા પાલ અને માતા શાંતિ પાલની સાથે સાથે અન્ય લોકોની મજબૂત જુબાની પર એમપીએમએલએ સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર રહેશે. કોર્ટના કેસમાં આરોપીઓની હાજરીમાં આવતીકાલે સવારના 11 વાગ્યે સુનાવણી હાથ દરવામાં આવશે. સુનાવણી પૂરી થયા પછી 17મી માર્ચે ચુકાદાને રિઝર્વે રાખવામાં આવ્યો હતો. ઉમેશ પાલના અપહરણ કેસમાં મજબૂત કેસ બનાવ્યો હતો, જેમાં કુલ આઠ સાક્ષીએ નિવેદન આપ્યા હતા. એને જોતા એડીજીસી ક્રિમિનલ સુશીલ કુમારે વૈશ્ય અને સ્પેશિયલ કાઉન્સિલ એમપીએમએલએ સ્પેશિયલ કોર્ટના વી કે. સિંહએ કહ્યું હતું કે કોર્ટ આરોપીઓને સખત ચુકાદો આપી શકે છે. અતીક અહેમદ અને અશરફની સામે જે રીતે કેસ અને એક્ટ લાગુ પાડવામાં આવ્યા છે તેમને આજીવન જેલ અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે.
અહીં એ જણાવવાનું કે 25મી જાન્યુઆરી, 2005માં તત્કાલિન બસપાના વિધાનસભ્ય રાજુ પાલની હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં રાજુ પાલની સાથે દેવીલાલ અને સંદીપ યાદવ માર્યા ગયા હતા. આ હત્યાકાંડમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલ હતા. રાજુ પાલ હત્યાકાંડમાં સાક્ષી આપવા માટે 28 ફેબ્રુઆરી, 2006ના ઉમેશ પાલનું અતીક અહેમદે અપહરણ કર્યું હતું. ઘુમનગંજ વિસ્તારમાંથી અપહરણ કર્યા પછી ત્રણ દિવસ સુધી ઉમેશ પાલને ટોર્ચર કરવામાં આવ્યો હતો. અતીક અહેમદની સાથે તેની પત્ની શાઈસ્તા પરવીન પર પણ ઈનામ રાખવામાં આવ્યું છે, જે ફરાર છે. પોલીસે તાજેતરમાં શાઈસ્તાના ફોટો પણ જારી કર્યા હતા.