ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટનો ચુકાદો
મઉઃ ભૂતપૂર્વ વિધાનસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીને ગુરુવારે કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી. ભૂતપૂર્વ વિધાનસભ્યને આ સજા ગાઝીપુરની MP-MLAએ કોર્ટે ફટકારી હતી. કોર્ટે તેમને ગેંગસ્ટર એક્ટમાં મુખ્તાર અંસારી અને ભીમ સિંહને દોષી પુરવાર કરતા સજા ફરમાવી હતી. પૂર્વાંચલના માફિયા ગણાતા વિધાનસભ્ય મુખ્યાર અંસારીની સામે 1996માં નોંધાયેલા ગેંગસ્ટર કેસમાં ગુરુવારે કોર્ટે ચુકાદો આપ્યો હતો. ગાઝીપુરની સ્પેશ્યિલ એમપી એમએલએ કોર્ટે બપોરના અઢી વાગ્યાના સુમારે ચુકાદો આપ્યો હતો. જોકે, ચુકાદા વખતે કોર્ટમાં મુખ્યાર અંસારી હાજર રહ્યા નહોતા. મુખ્તાર અંસારીને ઈડીની કસ્ટડીમાં હોવાથી અને સુરક્ષાને કારણે ગાઝીપુરની કોર્ટમાં મોકલવામાં આવ્યા નહોતા. હાલમાં પ્રયાગરાજમાં ઈડીની કચેરીમાં વીડિયો કોન્ફરન્સથી વ્યવસ્થા કરવામાં આવી હતી.
1996માં મુખ્યાર અંસારીની સામે ગેંગસ્ટરનો આ કેસ નોંધવામાં આવ્યો હતો. પાંચ કેસના આધારે મુખ્તારની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.mumbai
કોંગ્રેસના નેતા અજય રાયના મોટા ભાઈ અવધેશ રાય મર્ડર કેસ અને એડિશનલ એસપી પર કરેલા જીવલેણ હુમલો પણ આ પાંચ કેસમાં સમાવિષ્ટ છે. આ કેસમાં કોર્ટે 26 વર્ષ પછી સજા ફટકારી છે. એટલું જ નહીં, આ કેસમાં મુખ્તાર અંસારીને પહેલી વખત સજા કરી છે.