મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન પદ જોઈએ તો 100 કરોડ આપો! આવી માગણી કરનારી ટોળકી ઝડપાઈ, ચારની ધરપકડ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલે મહારાષ્ટ્રની નવી બનેલી સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ અપાવવાના નામે 100 કરોડ રૂપિયાની માગણી કરનારી ગેંગને પકડી પાડી છે. મહત્ત્વની વાત એ છે કે આ કેસમાં દિલ્હી સ્થિત રાહુલ કુલ નામના ભાજપ વિધાનસભ્યની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર રિયાઝ શેખે 16 જુલાઈના રોજ વિધાનસભ્યોના પીએ (પર્સનલ સેક્રેટરી)ને ફોન લગાવીને જણાવ્યું હતું કે વિધાનસભ્યો સાથે દિલ્હીમાં વાત થઈ ગઈ છે. આજે બુધવારે તેઓ મુંબઈમાં મળવાના હતાં, પરંતુ ફોન ઉઠાવી રહ્યા નથી. પીએએ આ વાતની જાણકારી વિધાનસભ્યને આપી અને રિયાઝે હોટલમાં બોલાવીને વાતચીત કરી અને 100 કરોડની જગ્યાએ 90 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ કરી અને 20 ટક એડવાન્સ આપવાનું નક્કી થયું. આ તમામ બાબત પીએએ પોલીસને જણાવી અને બીજા દિવસે છટકું ગોઠવીને પોલીસે રિયાઝની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, કોલ્હાપુરમાં રહેનારા રિયાઝ સાથે પુછપરછ કરવામાં આવ્યા બાદ સાગર સંગવાઈ, યોગેશ કુલકર્ણી અને ઝાફર અહમદ ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ બે વધુ વિધાનસભ્યને પ્રધાનપદ અપાવવા માટે સંપર્ક સાધ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.