ગણેશોત્સવની નિયમાવલી જાહેર: મંડપની ઊંચાઈ ૩૦ ફૂટથી વધારે નહીં, ખાડો ખોદવા પર દંડ

આમચી મુંબઈ

બાપ્પા મોરયા રે…
રવિવારે મુંબઈ સેન્ટ્રલ ખાતે ફ્લાઈંગ રાણી ટ્રેનમાં ટ્રોલી મારફત ગણપતિ બાપ્પાને લઈ જતા ભક્તજનો.
(અમય ખરાડે)
—-
પધારો
ગણેશોત્સવને હવે માંડ દસેક દિવસ બાકી છે, ત્યારે મોટા મંડળો દ્વારા અત્યારથી વિઘ્નહર્તાને લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રવિવારે ખેતવાડી ખાતે કમળમાં બિરાજમાન ગણપતિ બાપ્પાને લઈ આવતા કાર્યકર્તાઓ. (પીટીઆઈ)
——-
આગમન
રવિવારે તાડદેવ ખાતેના મંડળ દ્વારા ગજરાજની સૂંઢ પર બિરાજમાન ગણરાયાની વિશાળ મૂર્તિને લઈ આવતા કાર્યકરો.
(પીટીઆઈ)
———
મુંબઈ: છેલ્લાં બે વર્ષથી રાજ્યની સાથે દેશ કોરોના વાઇરસના સંકટનો સામનો કરી રહ્યો હતો. અને તમામ તહેવારોની ઉજવણી પર અંકુશો હતા. જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકાર આવતાની સાથે જ તમામ તહેવારો પરનો નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યાં છે. આ વર્ષે ગણેશોત્સવ બે વર્ષ પછી કોઈપણ નિયંત્રણો વિના ઉજવવામાં આવશે. જેથી ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં ગણેશ મંડળો સંગીત સાથે ગણેશને આવકારવા તૈયાર છે. કોઈ કડક નિયંત્રણો ન હોવા છતાં, શિંદે સરકારે ગણેશ મંડળો માટે નિયમાવલી જાહેર કરી છે.
મંડપની ઊંચાઈ ૩૦ ફૂટ સુધી જ રાખવી ફરજિયાત રહેશે. મંડપ વિસ્તારમાં ખાડા જણાશે તો રૂ. ૨ હજારનો દંડ વસૂલવામાં આવશે. પેવેલિયનમાં કોઈ સ્ટોલ લગાવી શકાશે નહીં. ૨૫ ફૂટથી ઉપરના પેવેલિયન માટે બાંધકામ રિપોર્ટ સુપરત કરવો ફરજિયાત રહેશે. પીઓપીની ગણેશ મૂર્તિઓની ઊંચાઈની કોઈ મર્યાદા રહેશે નહીં. મંડપમાં પ્રતિબંધિત જાહેરાતો મૂકવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. રોગચાળાના જોખમને ધ્યાનમાં લઈને સ્વચ્છતાની જવાબદારી ગણેશ મંડળોની રહેશે. સ્પીકર્સ, ડીજેની ડેસિબલ લિમિટનું પાલન કરવું ફરજિયાત રહેશે.
રાજ્યમાં ગણેશોત્સવ અને દહીંહાંડી દરમિયાન કાયદાકીય સૂચનાઓના ઉલ્લંઘનને કારણે લોકો સામે અનેક કેસ નોંધાયા હતા. જેમાં પદાધિકારીઓ, કાર્યકરો અને વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો. ઘણા લોકોએ તેમની સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાની માગણી કરી હતી. આ અંગે અનેક વર્તુળો સાથે સંકલન સમિતિએ રાજ્ય સરકારને નિવેદન આપ્યું હતું. અંતે, શિંદે-ફડણવીસ સરકારે આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરી છે અને તે મુજબ આ કાર્યકર્તાઓ સામેના કેસ ટૂંક સમયમાં પાછા ખેંચવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.